________________
સમાધાન
૫૯
- સમાધાન-પંચાંગમાં પુનમઆદિ અપર્વ તિથિને ક્ષય હોય તે પણ ટીપણામાં તે તેની આરાધના ઉડાડાતી નથી, માટે “ક્ષય લખાયજ નહિ. જેઓ ચૌદશઆદિ પર્વતિથિના ક્ષયે તેરશ આદિને ક્ષય ન માનતાં
રૂ એમ સરખાવટથી “તેરશ–ચૌદશ એકઠાં’ એમ જણાવી જેઓ આરાધનાને માટે કરાવાતા ટીપણુમાં પર્વતિથિનો ક્ષય ભલે જણાવે. પણ ત્રરશીવતુર્વરને પાઠ અને પરંપરાથી તેરશનજ ક્ષય થાય છે અને કરાય છે, તેથી શાસ્ત્ર અને પરંપરા માનનારા ટીપણામાં તે તેરશને ક્ષયજ કહે છે. પર્વતિથિને ભેળી કરનારાઓ તે તે ભેળા કરેલી પર્વતિથિએ વાર ક ગણશે ? કેમકે વારના સમયમાં હાનિ-વૃદ્ધિ હોતી નથી, તે તો ચોવીસ કલાકને જ હેય છે, તો વળી અપર્વક્ષયે પણ ૩, ૫ કેમ ન લખવા ? કેમકે ત્રીજ વગેરેની સમાપ્તિ બીજઆદિએ છે. ચોપડામાં અને પત્રમાં શું રૂ' લખીને વાર લખાય છે ? વાર તો સૂર્યોદયથી શરૂ થાય છે અને તે દિવસે ચૌદશ તો ઘણીવાર પછી શરૂ ચશે એક તિથિની સાથે એક વારને વ્યવહાર પણ નહિ થઈ શકે. વળી તેરશના ક્ષયમાં તે પરંપરા સંગત થાય પણ તેરશ અને ચૌદશને મિશ્રવાર તો એજ લેકે આંકી શકે. આ વાત એટલા માટે જ જણાવી છે કે શાસ્ત્ર અને પરંપરાથી પૂર્વની અપર્વતિથિ ક્ષય થાય એમ સાબિત છે, તો પછી પુનમની પહેલાં ચૌદશની તિથિ અપર્વ નથી માટે ચૌદશને ક્ષય ન કરાય, પણ તે ચૌદશ કરતાં પણ તેનાં પહેલાંની અપર્વતિથિને ક્ષયજ વ્યાજબી છે એમ સમજાય. વળી પુનમના ક્ષયે પુનમની આરાધના ચૌદશે કરવા માટે ચૌદશને ક્ષય ન કરવાનું હોવાથી તે શ્રી હીરસૂરિજીએ હરિપ્રશ્નમાં પાંચમ અને પુનમના ક્ષયમાં તેની તપસ્યા કયારે કરવી? એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પાંચમના ક્ષયે તેને તપ પાંચમથી પહેલાંની તિથિમાં કરે એમ સ્પષ્ટપણે કહી દીધું પણ પુનમના ક્ષયના માટે જુદો ઉત્તર આપે. જે પુનમના ક્ષયે પુનમનું તપ ચૌદશે, તેને ક્ષય કરીને કે કર્યા વિના પણ કરવાનો હોત તો જેમ