________________
૫૮
સાગર
હેય તે બીજી પર્વતિથિને જ પર્વતિથિ કરવી. આથી સ્પષ્ટ સમજાય છે કે પર્વતિથિના ક્ષયે પ્રથમની અપર્વતિથિને ક્ષય કરે અને તે તિથિને એટલે કે તે જ દિવસે પર્વતિથિ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે પર્વતિથિમાંના પ્રથમ દિવસે પર્વતિથિ ન માનતાં બીજે દિવસે જ પર્વતિથિ માનવી. એટલે પહેલાંની અપર્વતિથિની વૃદ્ધિ ગણવી પડે. જેઓ પહેલી અપર્વતિથિને રાખી તેમાં પર્વતિથિનું કામ કરવું એમ કહે છે તેઓએ વિચારવું જોઈએ કે–એમ હોત તો પ્રથમ તો પ્રષિમાં તિથી” અથવા “પૂર્વાચા એમ પદ નથી એ એફખું છે, વળી આગળ જણાવ્યું તેમ ધર્મકાર્યમાં તે તિથિને અપર્વતિથિના નામે બોલવાને પણ નિષેધ કરે જ છે. વળી શ્રીધર્મસાગરજી મહારાજ ચૌદશના ક્ષયે તેરશને ચૌદશ કરવાનું અને ચૌદશજ કહેવાનું સ્પષ્ટપણે કહે છે કે
રવિશેષમન્તન ચેરશતિ વ્યાપિ વિધેય' અર્થાત વિશેષ કારણ સિવાય તો તે કહેલી ચૌદશને દિવસે તેરશ છે એવું કહેવાની શંકા પણ ન કરવી. એમ એટલે સુધી સ્પષ્ટ છતાં જેઓ પર્વતિથિના ક્ષયે અપર્વતિથિને ઉપર લખી, પર્વ તિથિને નીચે લખી, તેવું ટીપણું પ્રસિદ્ધ કરે છે. તેઓ પરંપરાને અને શાસ્ત્રોને ઉઠાવનારા થવા સાથે પોતાના ટીપણાને માનનારાઓને કેવલ અવળે રસ્તે જ દોરે છે, માટે શાસનરસિકોએ તેવા ઉત્થાપકોથી તથા તેઓના ટીપણાઓથી દૂર રહેવું, વળી તત્વ પત્ર ૧૫માં જણાવે છે કે- “
નિષ્પમાળે યથાપિ ત્રશીવ વસિ અર્થાત ચૌદશના ક્ષય તેરશને ઉડાડી ચૌદશ કરવાનું જાહેર કર્યા છતાં તેને તું તેરશ કહે છે?
પ્રશ્ન ૮૪૭-પૂર્વે જણાવ્યા પ્રમાણે બીજઆદિ પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાંની પડવાઆદિ અપર્વતિથિને ક્ષય ગણાય એ ઠીક છે પણ પુનમ જેવી પર્વતિથિને ક્ષય હેય ને તેની પહેલાં પણ ચૌદશ જેવી પર્વતિથિ હોય તો તેવા પ્રસંગે એટલે કે પુનમને ક્ષય હોય ત્યારે કઈ તિથિને ક્ષય કરે ?