________________
૪૮
સાગર
સમાધાન–કચ્છ કે કદરાવાળી મૂર્તિઓ દિગંબરોને માન્ય નથી બાકી વેતાંબરને તો કચ્છ કે કંદરાવાળી અને તે સિવાયની પણ મૂર્તિ એ. માન્ય છે. શ્રી બપ્પભટ્ટઆચાર્ય પછીની મૂર્તિઓમાંજ તાંબર તરફથી કચ્છ કે કદર કરવાનું નિયમિત થયું છે, અને તેથીજ મથુરાના કંકારી. ટીલામાંથી શ્વેતાંબરોની શાખાવાળી અને ગણના લેખવાળી મૂર્તિઓ નગ્ન રૂપમાં છે. વસ્તુતાએ દિગંબરેને આગ્રહ છે કે- “નગ્નજ મોક્ષે જાય અને તે જ સાધુ કહેવાય.” તાંબરોની માન્યતા મુજબ તે મોક્ષને માટે તો સચેતક કે અચેલકપણું એકે નિયમિત નથી, માટે તાંબરે બને પ્રકારની મૂર્તિઓ માને છે અને માની શકે.
પ્રશ્ન ૮૩૩-બીજ, પાંચમ આદિને ક્ષય અને વૃદ્ધિ શ્રીજૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ?
સમાધાન-શ્રીસ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રાપ્તિ આદિસત્રો અને તિષ્કરે કઆદિ પ્રકરણોને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજે પાંચમઆદિ પર્વતિથિઓને ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાને પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસગે નિયત છે.
પ્ર૮૩૪–શ્રી જૈનશાસ્ત્ર પ્રમાણે બીજઆદિ તિથિઓનો ક્ષય થાય છે અને વર્તમાનમાં લૌકિકટીપણાને આધારે ચાલવાનું હોઈને બીજઆદિ તિથિઓની વૃદ્ધિ પણ અનિયતપણે થાય છે, તો તે બીજઆદિ પર્વતિથિની આરાધના (આરાધન ક્રિયા શું ઉડાડી દેવી અને બેવડી કરવી?
સમાધાન-પર્વતિથિનો ક્ષય હોય તો પણ પર્વાનુષ્ઠાનની ક્રિયાને નાશ ન થાય, તે ક્રિયાને ઉડાડી દેવાય નહિ તેમજ પર્વ તિથિની વૃદ્ધિ હેય તો તેથી પર્વતિથિની ક્રિયાની વૃદ્ધિ પણ ના થાય એટલે કે તે ક્રિયા બેવડી કરાય નહિ. અને તેથીજ વાચકવર શ્રીઉમાસ્વાતિજી મહારાજના પરંપરાગતશબ્દ શાસ્ત્રકારો સ્થાને સ્થાને જણાવે છે કે –
ક્ષયે પૂર્વી તિથિઃ જા ભર્યા તારા' અર્થાત બીજઆદિ