________________
૧૬
સાગર તે વ્યાજબી નથી વળી ખરચથી બચવા માટે જ પૌષધ લેવાય તે તે વિરાધનાજ ગણાય.
પ્રશ્ન ૭૭૬-સામાન્ય રીતે જૈનજનતામાં કહેવાય છે કે બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા કે જે પર્વતિથિઓ તરીકે ગણાય છે તેને ક્ષય હેય નહિ એ હકીક્ત શું સત્ય છે ?
સમાધાન-તિષકરણ્ડક, સૂર્ય પ્રાપ્તિ અને લેપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનાર મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિને ક્ષય હેય નહિ. કેમ કે તેમાં અવરાત્રિ એટલે ઘટનારી તિથિઓ બીજ, પાંચમ, વિગેરે ગણાવી છે. વળી જો પર્વ તિથિને ક્ષય ન થતો હોય તો ક્ષયે પૂર્વ તિથિઃ ” એ શ્રીઉમાસ્વાતિજનો પ્રોષ પણ હોત નહિ. માટે જૈનતિષનાં હિસાબ પ્રમાણે પર્વતિથિનો ક્ષયજ ન હોય એમ કહેવાય નહિ, પણ આરાધના કરવા માટે નિયત થયેલ બીજ આદિ તિથિઓને ક્ષય હોય તે આરાધના કરનારાઓએ તે તે આરાધવા લાયક બીજ આદિનો ભોગવટે પોતાના પહેલાંની એકમઆદિ તિથિમાં થતો હોવાથી, એકમ આદિ તિથિને દિવસે બીજઆદિ પર્વતિથિનું આરાધનાકાર્ય કરાય માટે આરાધનાની અપેક્ષાએ, “પર્વતિથિનો ક્ષય ન હોય” એમ કહેવું વ્યાજબી ગણી શકાય, અને તેથી જ આરાધનાની અપેક્ષાએ ભીતીયા પંચાંગે છપાવનારાઓ, મૂલટીપણામાં પર્વતિથિનો ક્ષય હોય તો તેને સ્થાને પૂર્વની તિથિને ક્ષય કરી (લખા) પર્વની તિથિઓને અખંડિત રાખે છે.
પ્રશ્ન ૭૭૭-જે તિથિમાં સૂર્યને ઉદય થાય તે તિથિને પ્રમાણ કરવી એમ જે શાસ્ત્ર અને લોકેક્તિ બંનેથી સંમત છે તેનું એકમઆદિ તિથિએ સૂર્યોદય છતાં તેને બીજ આદિપણે માનવાથી પ્રમાણિકપણું કેમ રહેશે?
સમાધાન-“જે તિથિમાં સૂર્યોદય થાય તે તિથિ પ્રમાણ ગણવી.” એ શાસ્ત્રવચન અને લોકપ્તિ તિથિના જૂતાધિક ભોગવટા માટે તેમજ