________________
૧૪
સાગર બહાર પડેલ છે, તેમાં પ્રસ્તાવનામાં “આ નિર્ગથ ઓછામાં ઓછા ગર્ભ અને જન્મથી આઠ વર્ષ પૂર્ણ થયા પછી દીક્ષા લેનારા હોય છે એમ જે લખ્યું છે તેનું શું સમજવું ?
સમાધાન-પ્રથમ તો તે આખાય ગ્રંથમાં કે તેના અનુવાદમાં ગર્ભ કે જન્મથી અષ્ટમ કે અષ્ટની વાત જ નથી. વળી અમદાવાદમાં સુશ્રાવક મફતલાલને આ લેખને અંગે ખુલાસો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે–આ વાક્યો મેં પ્રસ્તાવનામાં લખેલ નથી પણ વિદ્યાશાળામાં રહેલ સાધુએ મારા ના કહ્યા છતાં દાખલ કરેલ છે. અને તે માટે નામે બહાર પડ્યું તે ખોટું થયું છે. વસ્તુતાએ પ્રવચન સારોદ્ધાર વિગેરેમાં પણ સ્પષ્ટ શબ્દથી જન્મથી પણ અષ્ટ અને ગર્ભથી અષ્ટમ એટલે આઠની શરૂઆતને લેખ છતાં એક વાત અજ્ઞાનદશાથી બેલવી અને પછી બીજી બાજુથી કઈ સારી વાત જણાવે તો પણ માનવી નહિ એવી જેઓની પરાપૂર્વની રીતિ જળવાયેલી રહેલી હોય ત્યાં શું કહેવું ? “અષ્ટમ” શબ્દને “આઠ પૂર્ણ એવો અર્થ તે તેઓજ કરે કે જેઓ શાસ્ત્ર, યુક્તિ કે સાહિત્યની સ્થિતિથી દૂર હેય.
પ્રશ્ન ૭૭૨-શ્રી મહાવીર ભગવાનના જન્મને શ્રવણ કરતી વખતે નાળિયેર વધેરાય છે; તે નાળિયેર એકેન્દ્રિય જીવ હેવાથી અનુચિત કેમ નહિ?
સમાધાન-સંસારી લોક હર્ષની વખતે નાળિયેરની શેષ વહેચે છે. તેવી આ જન્મોત્સવ પ્રસંગ શ્રવણના આનંદને અંગે નાળિયેરની શેષે વહેંચે તે સ્વાભાવિક છે. “નાળિયેર એકેન્દ્રિય છે માટે ન વધેરવું” એમ કહી એકેન્દ્રિયની દયાના કથનને આગળ કરે તે તેને જ શોભે કે જે અગ્નિકાયને એકેન્દ્રિય સમાજ દીવા ન સળગાવતે હેય. માટી, મીઠાની વિરાધના ન કરતે હેય. તથા શાક વિગેરે વનસ્પતિની વિરાધનાથી જે અલગ થયે હેય; એકેન્દ્રિયની વિરાધનાથી આ રીતિએ દૂર રહેનાર મનુષ્ય નાળિયેરની શેષ ન વહેંચે તે સ્વાભાવિકજ છે; બાકી અન્યત્ર એકેન્દ્રિયને અંગે ચિંતા ન કરનારે, અત્રે આવી વાત આગળ