________________
સમાધાન
મહારાજ ખુલ્લા શબ્દોમાં કહે છે, એટલે શાસ્ત્રને ગ્રહણ કરનારે પોતાના આત્માનું ભવ્યપણું નિશ્ચિત કરે તે અસંભવિત નથી, અને અન્ય આત્માને અંગે પણ મોક્ષનું સ્વરૂપ જણાવતાં કે મોક્ષને ફળ તરીકે વર્ણન કરતાં જે ઉલ્લાસ માલમ પડે તો તેને ભવ્ય તરીકે ગણી શકાય, અને તેથી તે શાસ્ત્ર ગ્રહણ કરવાને લાયક ઠરે.
વળી મોક્ષમાર્ગની અભિલાષાને અંગે જે કહેવામાં આવ્યું તે ત્યારે જ સાચું ઠરે કે જ્યારે શાસ્ત્રકારોએ શાસ્ત્ર પ્રદાનની જગપર મોક્ષમાર્ગ શબ્દથી મોક્ષમાર્ગની ઉત્તરોત્તર વિશુદ્ધ એ કરેલો અર્થ છે લક્ષમાં લેવામાં આવે નહિ.
તવદષ્ટિએ તે શાસ્ત્રનું પ્રદાન કરનારા આત્માએ ભવ્યાદિકને નિશ્ચય કરવો જેટલું જરૂરી રહેતો નથી તેના કરતાં અભવ્યને, મેક્ષના માર્ગની ઈચ્છા વગરનાને તથા ગુરૂ મહારાજના હુકમથી વિરૂદ્ધ વર્તનવાળાને શાસ્ત્રનું પ્રદાન ન કરવું એમ નિષેધ અર્થને જણાવવા માટે જ એ વાક્ય છે, પણ તે નિષેધપ્રધાનપણે વાક્યો રાખવા કરતાં વિધિપ્રધાનપણે વાક્યો રાખવાથી શાસ્ત્રને દેનાર અને લેનારને ગુણની ગવેષણ અને ધારણાથી ફાયદો થાય તેથી વિધિપ્રધાન તે વાક્યો રાખ્યાં છે, તેથી અભવ્યપણાને વ્યવચ્છેદ ન થાય કે મોક્ષમાર્ગની અભિલાષાને વ્યવરચ્છેદ ન થાય કે ગુરૂઉપદેશમાં સ્થિત છે કે કેમ? એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી શાસ્ત્ર પ્રદાનમાં થભ વાની જરૂર નથી.તેમ શાસ્ત્ર પ્રદાન કરતાં તેવાને કદાચિત અપાઈ જાય તો તેથી શાસ્ત્ર પ્રદાન કરનારો ડૂબેજ છે એમ કહી શકાય નહિ. એવી જ રીતે અધિકારીને અંગે કહેવાતાં અર્થિપણું, સમર્થપણું અને શાસ્ત્રનિષિદ્ધપણું એ ત્રણને અંગે પણ એમજ સમજાય અર્થાત અર્થિપણું અને સમર્થપણાના નિર્ણય સુધી.
ભવા કરતાં અનર્થી અને અસમર્થ માલમ પડે તો તેને અધિકારી ગણવો એ સ્વભાવસિદ્ધ હોવાથી સમજાય તેવું છે. આ પ્રશ્ન ૭૬૩-કેવલજ્ઞાની મહારાજાને પાંચ પરમેષ્ઠીના પાંચ પદોમાંથી કયા પદમાં ગણવા ? . . . . . .
.