________________
સાગર
આ ત્રણમાં ગુરૂઉપદેશમાં રહેવાપણું તે ગુરૂમહારાજના કહ્યા મુજબ ચાલતો હોય એટલે જાણી શકાય.
પણ ભવ્યપણું શાસ્ત્ર પ્રદાન કરનારાએ કેવી રીતે જાણવું ? કેમકે પ્રથમ તે ભવ્યાભવ્ય રૂપી જીવના સ્વભાવ શાસ્ત્રકારો કેવલીથીજ ગમ્ય છે એમ જણાવે છે, અને તેથી સૂર્યાભદેવાદિ સરખાને ભવ્યત્વના નિર્ણય માટે સર્વર ભગવાનને જ પૂછવું જ પડે છે.
વળી મોક્ષમાર્ગને અભિલાષી લેવો જોઈએ એમ જે કહેવામાં આવેછે તે શું એમ નથી જણાવતો કે તે શાસ્ત્ર લેનારને મોક્ષનો માર્ગ મળે નથી, કેમકે અભિલાષા ભણેલાને ન હોય, પણ નહિ મળેલાને જ હેય.
સમાધાન-સર્વજીવના ભવ્ય કે અભવ્ય સ્વભાવને સાક્ષાત તે કેવલજ્ઞાની જ જાણી શકે છે, પણ અન્ય જીવમાં રહેલું અભવ્યપણું છઘ અનુમાનથી પણ જાણી શકે નહિ. કેમકે અભવ્યપણાનું તેવું કઈ વિશિષ્ટ ચિહ્ન શાસ્ત્રકારોએ જણાવેલું નથી. કદાચિત્ કહેવામાં આવે કે જીવતત્ત્વ ન માને અગર જીવતત્ત્વની વિરાધનાથી ન ડરે એટલા માત્રથી એ અભવ્ય કહેવો પણ તે વ્યાજબી લાગતું નથી, કેમકે પ્રદેશ રાજા પ્રતિબેધ પામે ન હતો ત્યાં સુધી તે તે દશામાં જ હતું. જો કે શાસ્ત્રકારો એમ જણાવે છે કે અભવ્યને મેક્ષની શ્રદ્ધા હેય નહિ પણ તેને અર્થ માત્ર એટલે જ કે અભવ્ય મેક્ષને માને નહિ પણ તે વાક્યનો એ અર્થ તો ન જ કરાય કે જે જે મોક્ષને ન માને તે તે બધા અભવ્ય, કેમકે ભવ્ય જીવને પણ મોક્ષની શ્રદ્ધા કે ઈચ્છા તો અંત્યપુદ્ગલપરાવર્ત માંજ હોય છે, અર્થાત અંત્યપુદ્ગલપરાવર્ત સિવાયના કાળમાં તે ભવ્ય હેય તે પણ મેક્ષને માનનારે હેતો નથી, માટે જીવ કે મેક્ષને ન માને તેટલા માત્રથી અભવ્ય છે એમ કહી શકાય નહિ, પણ જે મનુષ્યને પિતાના આત્મામાં મોક્ષની ઈચ્છા થાય કે-હું ભવ્ય હઈશ કે અભવ્ય હઈશ? એવી શંકા થાય તો તે જીવ જરુર ભવ્ય છે એમ શ્રીશશાંકાચાર્ય