________________
૨૪૬
સાગર
સત્તર દિવસ છતાં તિથિના નામની અપેક્ષાએ પંદર દિવસ માન્યા તેમ ચોમાસી સંવત્સરીમાં પણ ચાર અને બાર માસ જ બોલાય વળી પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિ ચાર માસ છે છતાં પાંચ માસે માસી કરે તે પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિથી આગલજ વધાય. પ્રતિક્રમણ કે જે અધિકરણ શમાવવા માટે છે તેને અધિકાર સમજાય તે સાચો માર્ગ મળશેજ. દરેક ચૌદશે પખી, આષાઢાદિ ચૌદશે ચોમાસી અને ભાદરવા સુદ ૪ સંવત્સરી કરવી એજ ન્યાય છે. અભિવર્ધિતમાં માસજ ૩૧ કફ એટલે લગભગ ૩૨ દિવસનો છે. દિનઆદિની ગણતરીએ તેથી દેવસી, રાઈ, પફખી અને ચોમાસી બધાં અવ્યવસ્થિત થશે. છ ઋતુનું વર્ષ બે ઋતુનું ચોમાસું વિગેરે પણ ચોમાસીના હિસાબે જ છે.
પ્રશ્ન ૧૧૮૧-શાસ્ત્રની આદિમાં મંગલ કરવાથી વિશ્વનો નાશ અને તે દ્વારા સમાપ્તિ જે ફલ તરીકે ગણાવાય છે તેનું કારણ શું ? અને ક્યા વિનને નાશ તે સમાપ્તિમાં કારણ તરીકે માનવો ?
સમાધાન-પ્રથમ તે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે જેમ કલ્પવૃક્ષઆદિમાં સમસ્ત અર્થની સિદ્ધિ કરવાને સ્વભાવ છે છતાં આરાધક જેની કલ્પના કરે તેનીજ તે સિદ્ધિ કરે છે. તેવી રીતે ઇષ્ટદેવને નમસ્કાર આદિ રૂપ ધર્મ પણ ગ્રંથના આરંભ વખતે ચિંતવેલ ગ્રંથની સમાપ્તિ કરનાર અને તેમાં અંતરાય કરનાર અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાને રોકનાર જે કર્મો તેને નાશ કરે છે અને તેથી જ નિર્વિન સમાપ્તિ થાય છે. વળી ઉદ્દેશની વખતે ગુરૂમહારાજે ભણવાન કરેલ આદેશ પણ શુભ આશિર્વાદરૂપ અને સ્વરૂપના નિર્દેશરૂપ છે. અન્યદેવને જે નમસ્કારાદિ તે ધર્મરૂપ ન હોવા છતાં પણ તે કરવામાં અજ્ઞાનાવરણને નાશ તો થાય અને તેથી નિર્વિન સમાપ્તિ થાય અધ્યવસાયના પ્રમાણ પર ધર્મના પરિમાણને આધાર હોવાથી એક નમસ્કારે ઘણું વિનિને અને અનેક નમસ્કારે થોડા વિનાને નાશ થાય એથી અગર એક અથવા ઘણા નમસ્કાર છતાં વિદને નાશ કે સમાપ્તિ ન થાય તેમાં મંગલની નિરર્થકતા નથી. મંગલ કર્યા છતાં પણ નહિ ગુંથેલ મંગલમાં