________________
૨૩૮
સાગર સમાધાન–નહિં મળવાથી જેને ઉપયોગ કરાય તે આપવાદિક અને તે માર્ગ રૂપ ગણાય. પરંતુ ઉત્સર્ગ એવા વસ્ત્રાદિ મુખ્ય વસ્તુને નિષેધ કરી માત્ર અપવાદજ માને તે તો દિગંબરોનું મિથ્યાત્વજ છે.
પ્રશ્ન ૧૧૬૧-ળીના ઉપકરણમાં પાત્રક અને માત્રક લખ્યું છે તેનો અર્થ શું?
સમાધાન-ભક્ત-પાનને સંધરવાવાળું તે પાત્ર ગણાય અને ભક્ત–પાન જેનાથી ગૃહસ્થ પાસેથી લેવાય તે માત્રક, આચાર્યાદિકને લાયક પણ માત્રક નામના ભાજનમાં લેવાય.
પ્રશ્ન ૧૧૬૨-કાપ કહાડનારને ૧ કલ્યાણકની આલેયણ લખી છે તે કલ્યાણક એટલે કેટલે તપ?
સમાધાન-એક ઉપવાસ આંબિલ એકાસણું નવિ અને પુરિમુને કલ્યાણક તપ કહી શકાય.
પ્રશ્ન ૧૧૬૩-પૂર્વગત જ્ઞાન ભગવાનના નિવણથી ૧ હજાર વર્ષ સુધી રહ્યું છે, એમ ભગવતીના ટીકાકાર લખે છે તે દેવર્કિંગણિક્ષમાશ્રમણ હજાર વર્ષના અંતભાગમાં થયા છે, એટલે તેમને પૂર્વનું જ્ઞાન હતું. અને પૂર્વનું જ્ઞાન હોય તેને ૧૧ અંગનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, તેમણે પોતે જ જ્ઞાનને પુસ્તકારૂઢ કર્યું છે તે ૧૧ અંગે અપૂર્ણ શા માટે લખાયાં?
સમાધાન-અગિયાર અંગેને શ્રીદેવદ્ધિગણિજી સંપૂર્ણપણેજ જાણતા હતા અને સંપૂર્ણ લખ્યાં છે. પદનાં સ્વરૂપમાં મતભેદ છે. કદાચ અપૂર્ણ લખાયાં માનીયે તે પણ જ્ઞાન અને લેખના સમપણાને નિયમ રહે નહિ.
પશ્ન ૧૧૬૪-૦ પૂર્વધર ૧૦ જ હતા કે વધુ થયા છે?
સમાધાન- દશપૂર્વધારે ઉલિખિત દશ કહેવાય છે અધિક નિષેધ કરી શકાય તેવું સાધન નથી.