________________
૨૨૪
સાગર
ટીકાઓ, અને ચૂર્ણિઓ મૂળસૂત્રને સ્પર્શ કરતી એવી વ્યાખ્યાઓ અને વિવેચને કરે છે. તેમ ઉપાંગમાં તે રૂ૫ ઉપલબ્ધ થતું નથી તે અંગના ઉપાંગ શા માટે ગણવા? સ્વતંત્ર અંગઆદિ માફક સૂત્ર ગણવામાં શી હરકત ?
. સમાધાન-અંગમાં કહેલા અર્થોમાંથી કોઈપણ એક અર્થની અપેક્ષાએ વિસ્તાર કરવામાં આવે તો તેને ઉપાંગ કહી શકાય. જેમ આચારાંગમાં આત્માનું ઔપપાતિકપણું કહ્યું હતું અને વિવાઈજીમાં તેજ ઉ૫પાતને અંગે વર્ણન કરાયું છે. નગરીઆદિકનું વર્ણન તે પ્રાસંગિક છે. સૂયગડાંગજીમાં નાસ્તિકનું ખંડન હતું અને તેજ ઉદ્દેશથી રાયપણમાં મુખ્ય મુદ્દો તે ચર્ચા છે. ઠાણુંગ વિગેરે સૂત્રોમાં પણ જે એવા એકેક મુદ્દા હતા તેને અંગે જ તે તે ઉપાગે રચાયાં છે.
પ્રશ્ન ૧૧૪૪–સૂચના સૂત્ર' એ વ્યુત્પત્તિથી સૂર સંક્ષિપ્ત હોય તો આચારાંગ, નંદીસૂત્ર, પન્નવણા વિગેરેમાં બહુજ વિસ્તારથી સસ્ત્રો કેમ બનાવ્યાં છે. જે તસ્વાર્થ સૂત્ર આદિની માફક અગર સિદ્ધહેમ આદિના સૂત્રોની માફક ગોઠવણ કરી સૂત્રો બનાવ્યાં હતે. તે ટુંકા બની શક્ત આગળની અનુવૃત્તિ પાછળ ખેંચી શકાય તેવાં ઘણાં પનવણ વિગેરે સૂત્રમાં સરખા આલાવાવાળાં સૂત્રો છે, તો તત્ત્વાર્થસૂત્ર માફક ટુંકું ન કરતાં બહુ વિસ્તારવાળું શા માટે બનાવ્યું હશે ? આ તો ઉલટું યાદ રાખવું વધારે કઠિન પડે. સરખા આલાવાથી પાઠમાં ગુંચવાઈ પણ જવાય. તો ટુંકું સૂચવે તેવા સૂત્રો ભગવંતોએ કહેવાને બદલે વિસ્તૃત અને એક વસ્તુ વારંવાર પણ શા માટે સૂત્રમાં લખી હશે ?
સમાધાન-વૈરાગ્ય, વ્રત અને ભાવના વિગેરે આત્માને સર્વથા ઘાતી કર્મને ક્ષય ન થાય ત્યાં સુધી વારંવાર આચરવામાં અને મનન કરવાનાં હેય છે માટે જ સુત્રામાં હેય તથા ઉપાદેય પદાર્થોને વારંવાર અને જુદી જુદી રીતે જણાવાવમાં આવ્યાં છે અને તેથી જ પ્રમાદ, અપ્રમાદ, પંચમહાવ્રત અને છકાયના સ્વરૂપને વારંવાર કહેલું ગણાવી