________________
૧૯૮
સાગર
કરવું ઉચિત છે ?
સમાધાન-દેવવંદનના બારે અધિકાર સાધુ અને શ્રાવક બંનેને અંગે સાધારણું કહેવામાં આવ્યા છે, તેથી ભાગ્યમાં બાર અધિકાર વખતે સ્મરણ માત્ર શાસનદેવતાદિકનું જણાવ્યું છે હમેશાં પક્ષાલન પૂજન કરવું એ સાધાર્મિક ભક્તિ અને સુલભબે વિપણાને માટે અનુચિત ગણાય નહિ.
પ્રશ્ન ૧૧૦૯-દેરાસરમાં અશુભવિગેરે થાય તે શું કરવાથી આશાતના દૂર થાય ?
સમાધાન-સામાન્ય અશુચિ હોય એટલું સ્થાન ધોવાથી અને વિશેષ અશુચિ થાય તે સ્નાત્ર પૂજા અને મંદિર જેવા વિગેરેથી પણ કરાય.
પ્રશ્ન ૧૧૧૦-શ્રાવકના અતિચારમાં બેસતાં નવકાર ન ભણ્યો ઊઠતાં પચ્ચખાણ કરવું વિસાયું” એવું જે આવે છે તે એકાસણું વિગેરે કર્યા પછી પચ્ચખાણ લેવું જોઈએ તે માટે છે કે બીજા માટે ?
મસાધાન-પૌષધ વિગેરેમાં એકાસણું કર્યું હોય ત્યારે અથવા સામાન્યપણે પણ એકાસણાવિગેરે કરવા બેસતાં પચ્ચખાણ પહેલાં પાયું હોય તો પણ ઈષ્ટ સ્મરણ માટે પહેલાં નવકાર ગણુ જોઈએ, અને એકાસણું વિગેરેમાં ઘણું આગાર હોવાથી આગારના એછાપણા માટે તિવિહારનું પચ્ચખાણ કરવું જોઈએ અને ન કરે તે તપાચારમાં દૂષણ લાગે માટે કહ્યું છે. પ્રશ્ન ૧૧૧૧-ત્રણ કાળ કેવી રીતે ગણવા?
સમાધાન-કેટલાક ગ્રંથકારના કહેવા પ્રમાણે ત્રણે સંયાઓની આગળ પાછળની એક એક ઘડી લેવી. અને કેટલાકના કહેવા પ્રમાણે સૂર્ય ઉદય અને આથમ્યા પછીની બે ઘડી સવાર સાંજની સંધ્યા વખતની ગણવી. મધ્યાહ્નને મધ્યરાત્રિની આગળ પાછળની એક એક ઘડી ગણવી.