________________
સમાધાન
૧૫૭ પ્રશ્ન ૧૦૨૪-ચક્રવર્તી સ્ત્રીરત્ન સિવાય બીજી સ્ત્રીઓને ભોગવવામાં વૈક્રિયશરીર કરે છે તે યુદ્ધમાં વક્રિયશરીર કરે કે કેમ ? અને વૈક્રિયશરીરધારા બીજી સ્ત્રીઓને ભોગવે તે તે વિયં કઈ જાતનું હોય ?
સમાધાન-ચકવયિ જે ભેગમાટે વૈક્રિય કરે છે તે વૈક્રિયધારાએ ઔદારિકવીર્યપુદગલોને સંક્રમ હોય છે તેથી ગર્ભ રહી શકે. યુદ્ધમાં વૈક્રિય કરી શકે તો પણ અડચણ નહિ.
પ્રશ્ન ૧૦૨૫–નંદીસત્રના કર્તા દેવવાચકગણ કેટલા પૂર્વના જ્ઞાનવાળા હતા અને ક્યારે થયા?
સમાધાન–શ્રીદેવવાચકગણિજી ભગવાન દેવદ્ધિગણિામાશ્રમણની પહેલાં થયા અને પૂર્વધર હતા. '
પ્રશ્ન ૧૦૨૬-વિષ્ણુકુમારે વૈક્રિયશરીર કર્યું ત્યારે મૂળ શરીરને ક્યાં રાખ્યું અને મેરૂ ઉપરથી આવ્યા તે ક્રિયાશક્તિથી કે આકાશગામિની વિદ્યાથી ? ' . '
સમાધાન–શ્રીવિષ્ણુકુમારે વૈક્રિય વખતે દારિક શરીર ઉપાશ્રય વિગેરેમાં રાખ્યું હોય, અને તે અંગદેશના મંદરાચલથી આવ્યા છે. અને આકાશગામિની વિદ્યાથી આવ્યા છે.
પ્રશ્ન ૧૦૨૭-નવકારમંત્ર અનાદિકાલથી આટલા જ અને આજ વર્ણવાળો હેવાથી એને અપૌરૂષયવચન કેમ ન કહી શકાય ?
સમાધાન-અનાદિથી આરાધકો હોય છે ને તેથી નવકારઅનાદિને છે છતાં અપૌરૂષય નથી.
પ્રશ્ન ૧૦૨૮-ચંદનબાળાએ ૧૧ અંગને અભ્યાસ કેની પાસે કર્યો? તેમને ગુરૂણી તે હતાં નહિ. તેવી જ રીતે બ્રાહ્મીવિ. પ્રથમ સાધ્વીને પણ કેમ ?