________________
૧૫૪.
સાગર ગણતરીમાં જ ક્યાંથી આવે? વળી ભૌતિક એવાં પરલોકાદિને નહિ માને તે આત્મા અને તેના સમ્યગ્દર્શનાદિમુણોને ક્યાંથી માનશે? કેમકે તે ભૌતિક નથી. અને આત્માના ગુણને માન્યા સિવાય તેને રોકનાર
ક્યાંથી જાણશે ? અને ક્યાંથી દૂર કરશે ? એટલે કહેવું જોઈએ કે પરલોકઆદિની માન્યતા નહિ કરનારની નીતિ અગર સદાચાર કેવલ લેકની રંજનક્રિયા અનુકરણના પંથેજ રહ્યાં છે અને તે રંજનઆદિની પ્રાપ્તિ કે પિષણ બીજી રીતે થવાના પ્રસંગે મનુષ્ય બીજો રસ્તો લે એ સ્વભાવિક છે અને જે નીતિ રાખતાં ભૌતિક પદાર્થને કે લેકરંજનને બાધ આવે તો મર્કટદીપિકા ન્યાય કરતાં તે શ્રદ્ધાહીનને વાર લાગે નહિ પરકાદિને માનનારે મનુષ્યજ ભૌતિકના ભાગે પણ નીતિ અને સદાચારને જાળવનારે થાય પર કાદિકની શ્રદ્ધાવાળાને જ લે કરંજન કે ભૌતિપદાર્થને લાભ ધાન્યની ખેતીમાં થતા ઘાસ જેજ ગણવાનું થાય અને તેથી હરકોઈ ભેગે પણ નીતિ અને સદાચારને તે શ્રદ્ધાવાળા જાળવે.
પ્રશ્ન ૧૦૧૫-જેઓને યાવછર પાંચ તિથિ કે દશ તિથિ ઉપવાસનો નિયમ હેય અને તે મનુષ્ય ઉપધાનાદિ તપ આદરે કે વર્ધમાનતપઆદિની ઓળી આદરે તો તેની તપસ્યા તે તિથિના હિસાબમાં આવે કે કેમ ?
સમાધાન-ઉપધાનાદિમાં આવતી પાંચમઆદિ તિથિઓએ ઉપવાસ કરે અને બન્નેની ક્રિયાઓ કરે તે બન્નેની આરાધના થાય. જુદા ઉપવાસ વાળવાની એમાં જરૂર નહિ.
પ્રશ્ન ૧૦૧૬-મગફળીની શીંગ જમીનમાં થાય છે તે તે લીલી કે સૂકી બન્નેમાંથી એકેય અભક્ષ્ય કેમ નથી?
સમાધાન-અનંતકાયમાં ફુલપત્રાદિ ગણાવતાં શીંગે ગણવેલ નથી. અને મગફળીની શીંગને અભક્ષ્ય તરીકે વ્યવહાર પણ નથી. તે શીગેના દાણ ફેતરાવાળા અને બદામની માફક બે દલવાળા હોય છે.