________________
સમાધાન
૧૫૩
વખતે ગુરુએ કરાવેલ આદેશ અને ક્રિયા થાય, અને પુસ્તકકાલમાં આચરણાથી ઉપધાન પહેલાં પણ ઉપધાનની શક્તિએ ઉપધાનને વહન કરવાની ઈચ્છાવાળાને ભણાવવાનું હોવાથી પિતે સૂત્ર બેલે અને આદેશ તથા ક્રિયા થાય તેમાં આશ્ચર્ય નથી.
પ્રશ્ન ૧૦૧૩-અવસર્પિણીમાં જેમ પૂર્વકાલને મહત્વ અપાય છે તેમ ઉત્સર્પિણીમાં ભવિષ્યકાલને મહત્વ અપાશે કે કેમ?
સમાધાન–અવસર્પિણીમાં પૂર્વકાલને મહત્વ અપાય છે એમ નથી, પહેલા બીજા અને ત્રીજાના પહેલાના મોટા ભાગને કોઈપણ વખાણતું નથી પરંતુ મુમુક્ષુ છે મોક્ષમાર્ગની ઉચ્ચ પ્રવૃત્તિ અને મોક્ષ પ્રાપ્તિ કરાવનાર તરીકે પૂર્વકાલને વખાણે છે. ઉત્સર્પિણમાં તીર્થસ્થાપના પછીજ ધર્મની પ્રવૃત્તિ અને મેક્ષપ્રાપ્તિ થવાને વખત હેવાથી ભવિષ્યકાલની મહત્તાને સવાલ રહેતું જ નથી.
પ્રશ્ન ૧૦૧૪-પરલેક, પુણ્ય, પાપ, સદ્ગતિ અને દુર્ગતિઆદિને ન માને પણ સદાચાર અને નીતિથી ચાલે તો તે સારે ગણાય કે નહીં?
સમાધાન-પરલોકઆદિને નહિ માનનારો છતાં નીતિ અને સદાચાર પાળે તે પરલેકઆદિને ન માનવાવાળા અને નીતિને ન પાળવાવાળા કરતાં ભલે સારે છે, પણ અનીતિ અને સદાચારમાં જે પારભવિક નુકશાન નથી માનતો તે નીતિ અને સદાચારથી થતો તાવિક ફાયદે સમજનાર ન હોવાથી આંધળા અજ્ઞાનીના હાથમાં આવેલ હીરાના જેવી તે નીતિ ગણાય અને સદાચાર પણ તેજ ગણાય તત્ત્વની શ્રદ્ધા સિવાયની સાધુપણુની ક્રિયા પણ અનંતી વખત થયા છતાં જેમ આત્મકલ્યાણના પક્ષે વ્યર્થ જ ગઈ છે. આઠ તત્વને માની માત્ર મોક્ષને નહિ માનનાર અભવ્યજીવની ચારિત્ર ક્રિયા પણ જ્યારે આત્મસાધ્યની અપેક્ષાએ નિષ્ફળ જાય છે તો પછી પરાકાદિને નહિ માનનારાની નીતિ અને સદાચાર તે આત્મકલ્યાણની અપેક્ષાએ