________________
૧૪૪
સાગર
જે “નિષ્ણુ ગાથા માની છે અને તેની વ્યાખ્યા લખી છે તે એમ જણાવવા માટે હોય કે તીર્થકર અને ગણધરોની પ્રામાણિકતા જેમ તે તે નામકર્મના ઉદયવાળા હોવાથી સ્વતઃ છે તેવી સ્થવિરની પ્રામાણિકતા સ્વત: નથી, પરંતુ સ્થવિરોની પ્રામાણિક્તા શ્રી શાસનની પ્રામાણિકતા માનવા અને તે પ્રમાણે વર્તવા ઉપર રહેલી છે. શ્રીજિનેશ્વરમહારાજ અને શ્રીગણધરમહારાજ કેવલ મેક્ષગામીજ હોય, પરંતુ સ્થવિરોમાં શ્રી જંબુસ્વામીજી જેવા મોક્ષગામી તથા શ્રીપ્રભવસ્વામી જેવા સ્વર્ગગામી હેય અને ગેષ્ઠામાહિલ અને આર્યરોહ જેવા દુર્ગતિગામી પણ હેય, માટે સ્થવિરોની પ્રામાણિકતા અને પૂજ્યતા તેઓ શ્રીજિનવચનને અનુસરતા હોય તેજ અને અનુસરતા હોય ત્યાં સુધી જ હેય આ ઉપરથી એ પણ સમજી શકાય કે જેમ કુગુરુ અને સુગુરુ માનીને કરેલી માન્યતા અને આરાધના સાચી શ્રદ્ધા થાય ત્યારે મિચ્છમિદુક્કડંઆદિ દઈ વસરાવવાની હોય છે, તેમ જમાલિઆદિની શ્રીજૈનશાસનને અનુસરવાની અવસ્થામાં કરેલી માન્યતા અને આરાધનાનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય નહિ.
પ્રશ્ન ૯૮૭-નિશ્ચય-ધર્મ અને વ્યવહારધર્મ કોને કહેવાય ?
સમાધાન-અપુનર્બધથી વ્યવહાર-ધર્મ હેય અને ચઉદના ગુણ ઠાણુના અંત્યસમયે નિશ્ચય-ધર્મ હેય.
પ્રશ્ન ૯૮૮-તે બે ધર્મનું સ્વરૂપ જાણ્યા સિવાય સમજ્યા સિવાય (ઓલખ્યા સિવાય) જીવનમાં પરિણમન કર્યા સિવાય સમકિત કહેવાય ?
સમાધાન-વ્યવહારસમ્યફવ અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને કેવલિપ્રાપ્તધર્મને માને ત્યારથી છે. પારમાર્થિકથી સદાદિઠારથી જીવાદિક સ્વરૂપને માનવાના સાધનભૂત આત્મપરિણામ છે, અને કારકની અપેક્ષાએ મુનિવરને જ છે.
પ્રશ્ન ૯૯ સમકિત સિવાય સકામનિર્જરા થાય?