________________
સમાધાન
૧૪૧
નથી, છતાં નિત્ય છે. સમજવું જોઈએ કે જગતમાં કોઈપણ વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ તો અનિત્ય છે જ નહિ વિકારરહિત હોય તે નિત્ય કહેવાય એવો તો સાંખને મત છે. જૈનમતમાં એવું નથી. માત્રુતા” એ લક્ષણ સાંખ્યનું છે. જૈનનું ત્તાવા” લક્ષણ છે.
પ્રશ્ન ૯૮૦–શ્રીસિદ્ધાચલજીનું પ્રમાણ યૂનાધિક થાય છે તો તે શાશ્વત કેમ કહેવાય ?
સમાધાન-શ્રીસિદ્ધગિરિમહારાજનું પ્રમાણનું જૂનાધિકપણું હોવાથી પ્રાયઃ શાશ્વત કહેવાય છે કેઈ કાલે શ્રી સિદ્ધાચલજીને નાશ થવાને નથી, માટે ગિરિની અપેક્ષાએ શાશ્વતગિરિ કહેવામાં પણ અડચણ નથી.
પ્રશ્ન ૯૮૧-સ્તુતિ, સ્તવ અને સ્તોત્રનાં લક્ષણોમાં સ્તુતિ અને સ્તવની ભિન્નતા માટે શ્રીવ્યવહારભાષ્યકાર “gaહુજ” એ ગાથાથી ત્રણ કલેક સુધીની સ્તુતિ અને પાંચ કે સાત શ્લેકથી અધિકને સ્તવ કહે છે, અને શાંતિસૂરિજી ચૈત્યવંદન બૃહદ્દભાગ્યમાં સંસ્કૃતમાં હોય તેને અને અનેક પ્રકારના છંદથી પ્રાકૃત ભાષામાં હોય તેને સ્તોત્ર કહેવું એમ કહે છે, છતાં શ્રીઆવશ્યક ઉત્તરાધ્યયન વિગેરેમાં પાસ આદિને કઈ વખત સ્તવશબ્દથી કોઈ વખત સ્તુતિ શબ્દથી અને કોઈ વખત મંગલશબ્દથી કહેવામાં આવે છે તે કેમ? . - સમાધાન-ચૈત્યવંદનની અપેક્ષાએ આદિ ચૈત્યવંદન એ મંગલ, પ્રણિધાનોની વચ્ચે સ્તવ અને કાર્યોત્સર્ગની અંતે સ્તુતિ કહેવાય છે, પાંચ દંડકના દેવવંદનમાં પણ તેમ હોવા છતાં વિષ્ણુ જ' આદિને દંડક તરીકે કહેવામાં આવે છે, પ્રતિકમણની અપેક્ષાએ ભાગ આદિને સ્તુતિ, સ્તોત્ર અને સ્તવ કેઈપણ શબ્દથી કહેવાય છે, અને છૂટી સ્તવનાની અપેક્ષાએ ભક્તામરઆદિને સ્તોત્રો અને અજિતશાંતિને સ્તવ કહેવાય તે ઠીક ગણાય.
પ્રશ્ન ૯૮૨-છમાસના તપને ચિંતવા કાર્ગ કરતાં છેલ્લે