________________
૧૩૬
સાગર
આગલ કહેવાતી તપસ્યાઓમાં પણ સમજવું. આ વિષય તપઉદ્યાનના લેખમાં શ્રીપંચાશકાદિશાસ્ત્રોના પાઠથી પણ સ્પષ્ટ જણાવાયો છે. છતાં જેઓને પોતાને અધમ વિશેષણવાળા બનવા માટે શાસ્ત્રોના આપેલા પાઠો પણ જોવા નથી તેઓની સ્થિતિ તે જ્ઞાનીજ જાણે.
પ્રશ્ન ૯૭૧-ચૈત્યવંદન, સ્તવ અને સ્તુતિ એ ત્રણેમાં ભગવાન જિનેશ્વરમહારાજના ગુણોનું વર્ણન હોય છે તો પછી તે ત્રણેમાં ફરક શો ?
સમાધાન-ચૈત્યવંદન, સતોત્ર અને સ્તુતિમાં ભગવાન જિનેશ્વરમહારાજના ગુણોનું વર્ણન હેય છે એ વાત સાચી છે. પરંતુ “મુલ્થ 'રૂપ પ્રણિપાત પહેલાં જે ભગવાનના ગુણોને વર્ણન કરનારૂં કથન કરાય તેનું નામ ચૈત્યવંદન કહેવાય છે અને તેમાં વિશેષ કરીને સ્થાવર તીર્થોને અને ભગવાન જિનેશ્વરમહારાજાઓની પ્રતિમાને અધિકાર હેય છે, તેથી કરીને જ તે ચિત્યવંદન બેલ્યા પછી “ વિંવિ નામતિ” વિગેરે કહી સકલતીર્થસ્થાને અને જિનપ્રતિમાઓનું વંદન જણાવનાર સૂત્ર બેલાય છે. વળી ભાવતીર્થકર અને દ્રવ્યતીર્થકરને શક્રસ્તવથી વંદન કર્યા પછી સકલ લેકનાં ચૈત્ય અને પંદર કર્મભૂમિઓના સાધુઓને વંદન કરવારૂપ પ્રણિધાન પછી જે ભગવાનના ગુણોને અને ભગવાનના ઈનરેંદ્રાદિકાએ કરેલા ભક્તિભાવને જણાવનારી રચના બોલવામાં આવે અને જેની પછી ભવાંતરને માટે અને ભવિષ્યને માટે પ્રાર્થનારૂપ પ્રણિધાન કરવામાં આવે એટલે પ્રણામરૂપ બે પ્રણિધાને પછીનું અને જે પ્રાર્થનારૂપ ત્રીજી પ્રણિધાન કરવાની પહેલાં જે ગુણગાન ભગવાન જિનેશ્વરમહારાજના કરાય તેનું નામ સ્તવ અથવા સ્તોત્ર કહેવાય છે. એવી રીતે “નમુથુ '' પહેલાંની સ્તુતિ એ ચૈત્યવંદન અને પ્રણામ–પ્રણિધાન પછી અથવા પ્રાર્થનાપ્રણિધાન પહેલાં કહેવાય તે સ્તુતિને સ્તવ કહેવાય અને ચૈત્યાદિના કાર્યોત્સર્ગ પછી શરત પરિમિ' એવા આવશ્યકના વચનથી જ જે સ્તુતિ ભગવાનના ગુણોની કરાય તેનું નામ સ્તુતિ કહેવાય છે.