________________
સમાધાન
સમાધાન-શાસ્ત્રકારે ચેખા શબ્દોથી તિથિની ઉત્પત્તિ ચંદ્રના ચાર ઉપરથી જ જણાવે છે માટે બીજઆદિ તિથિઓ ચંદ્રમાસની અપેક્ષાએ થાય છે પફખી, ચઉમાસી અને સંવછરી જે કર્મમાસની અપેક્ષાએ પરસઆદિ દિવસેવાળા બેલાય છે તેની પણ ચૌદશઆદિ તિથિઓ તે ચંદ્રના ચારની અપેક્ષાએજ લેવાય છે, અને તેમાં ચંદ્રની અપેક્ષાવાળી તિથિઓ પણ પંદર વિગેરે જરૂર હોય છે. જૈન જ્યોતિષ પ્રમાણે તિથિને ક્ષય છે કે દરેક બાસઠમે દિવસે થાય છે, છતાં તિયિ ત્યાં નાશ પામતી નથી. માત્ર જે તિથિ સૂર્યોદયને ફરસતી નથી તેને ક્ષય થયો એમ જેનોતિષ માને છે. એટલે જેમ કર્મમાસમાં પક્ષઆદિના પંદરઆદિ દિવસે હોય છે તેમજ પાક્ષિકઆદિ પ્રતિક્રમણોની વચ્ચે તિથિઓ પણ પંદર વિગેરે બરાબર થાય છે. એટલે તિથિ ક્ષય પામે ત્યારે સૂર્યોદય તે તિથિમાં ન હોય, પણ તિથિને નાશ તો છેજ નહિ. અને એવી જ રીતે લૌકિકટીપણા પ્રમાણે તિથિ વધે તે પણ તે પડવા–બીજઆદિ પંદર તિથિઓને નામે જ હોય છે, માટે બે સૂર્યોદયને ફરસનારી તિથિ વિધી કહેવાય તે પડવાઆદિ પંદરથી અન્ય કોઈ સલમી તિથિ હેયજ નહિ. માટે પંદર આદિ બોલવું તેજ વ્યાજબી છે.
પ્રશ્ન હ૦૧-બીજઆદિ તિથિઓની જ્યારે આરાધના કરવાનું શાસ્ત્રકારો કહે છે ત્યારે તે તે બીજઆદિ તિધિઓને આરંભ જ્યારે
જ્યારે થાય ત્યારે ત્યારે તે તે બીજઆદિ તિથિઓના શીલઆદિ નિયમો શરૂ કરવા અને તે તે તિથિઓ સમાપ્ત થાય ત્યારે ત્યારે તે શીલ આદિના નિયમ પૂરા કરવા એ વ્યાજબી કેમ ન માનવું?
સમાધાન-શાસ્ત્રકારોએ પફખી, ઉમાસી અને સંવછરી માટે ઉપવાસ, છ અને અઠ્ઠમની તપસ્યા કરવાની જરૂર જણાવી છે, અને તે ઉપવાસઆદિ પચ્ચખાણોમાં “સૂરે જાણ' આદિપદો રાખેલાં છે, તેથી બીજઆદિ તિથિઓની આરાધના કરનારે શીલઆદિના નિયમ કરનારે તે મૂલ્યથી શરૂ કરવા જ જોઈએ અને બીજે સૂર્યોદય થાય ત્યાં સુધી