________________
સાગરે
કાલિકાચાર્ય મહારાજે એક દિવસ સકારણ, સંવત્સરીમાં પાછળ કર્યો તેથી શું એ બહાને અલ્પજ્ઞ નિષ્કારણ એક દિવસ વળી પાછળ કરી શકે ? તે તે કલ્પનાથી આઠ દિવસની ઓળી અને સાત દિવસની અઠ્ઠાઈ પણ તે ભેળસેળ તિથિવાળાને માનવી પડશે. રૂપિયામાં અને સમાય તો પછી પફખી, ઉમાસી અને સંવત્સરીએ દેવસી કેમ કરાય છે? તથા સંવછરી કરનારને રાઈ દેવસિઆદિ કરવાની જરૂર શું નહિ કહે ?
પ્રશ્ન ૮૯૮–મેઘકુમારના જ હાથીના છેલા ભવમાં દાવાનલથી બચવા માટે માંડલાં ત્રણ કર્યા કે એક કર્યું?
સમાધાન-સામાન્ય રીતે કપસુબેધિકા વિગેરેમાં એક માંડલું ર્ધાનું કહે છે. અને જણાવે છે કે વર્ષના આદિ, મધ્ય અને અંત્ય ભાગમાં તે હાથી તે એક માંડલના તૃણવૃક્ષાદિને નાશ કરતો હતો; પણ માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવભાવનામાં ત્રણેય વખત ત્રણ માંડલા જુદાં જુદાં જણાવે છે અને સાથે જણાવે છે કે પહેલું અને બીજું માંડલું ભરાઈ ગયેલું દેખીને ત્યાંથી પાછો વળી તે ત્રીજે માંડલે ગયે.
પ્રશ્ન ૮૦૯-શાસ્ત્રકારો કર્મમાસને તે નિરંશ હોવાથી વ્યવહારમાં લેવાનું કહે છે તો ધાર્મિક પર્વોની આરાધના કયા માસની અપેક્ષાએ કરવી ?
સમાધાન-પાક્ષિક, ચઉમાસી અને સંવછરીમાં ‘પુનરસË રાફુરિયાળ” “gશ્વસથવા તિયાળ” અને “સિન્નિસચરાડુકિયા” એમ અનુક્રમે બોલાય છે, તે જે કર્મમાસની અપેક્ષા ન લઈએ તે બોલી શકાય જ નહિ. કારણ કે નક્ષત્ર, ચંદ્ર, સૌર કે અભિવર્દિતમાંથી કોઈ પણ માસની અપેક્ષા લેતાં બરાબર પંદર, એક વીશ અને ત્રણ સાઠ દિવસ પક્ષ વિગેરેમાં થાય જ નહિ. એટલે પક્ષ વિગેરેના રાત્રિદિવસ જે સંખ્યામાં બેલાય છે તે કર્મમાસની અપેક્ષાએજ બોલાય છે.
પ્રક્સ ૯૦૦-બીજ, પાંચ, આઠમ, અગીયારસઆદિ તિથિઓ, ચંદ્રમાસની તિથિઓની અપેક્ષાએ થાય કે કર્મમાસની અપેક્ષાએ થાય?