________________
પ્રસ્તાવના
ગ્રન્થો પુસ્તકે પુસ્તિકાઓને અંગે પ્રસ્તાવના આપવાની પરંપરા ચાલુ છે, નાના કે મોટા દરેક ગ્રન્થને સામાન્ય કે વિશેષ, પણ તે ગ્રન્યના ઉદ્દેશ, રહસ્ય, રૂપરેખાદિ દશાવનાર નાની કે મોટી પ્રસ્તાવના હશે, આ પ્રસ્તાવના એટલે ગ્રન્થની રૂપરેખા વિગેરે આપવામાં આવેલ છે જેમાં તે સિદ્ધચક્ર સાહિત્ય-પ્રચારકસમિતિ મારફત પ્રસિદ્ધ થતા શ્રી સિદ્ધચક્ર નામે પાક્ષિકમાં શ્રી સાગર સમાધાન છે. પ્રશ્નોના સમાધાન આપનાર પૂજ્ય ગુરુદેવશ્રીના નામથી જૈન સમાજમાં કોઈ ભાગ્યે જ અપરિચિત હશે જેને સમાજના પરમ ઉપકારી શાસનના પરમ પ્રભાવક પૂ. ગુરુદેવશ્રીની ઓળખાણ આપવી એ બાલચેષ્ટા કિતુ તક પામીને એ 'વિષે એ પુણ્યપુરુષનું શાસનના ધુરંધર સૂરિપુંગવનું સ્મરણ થાય. ભક્તિ થાય એ અનુમોદનીય છે. કર્તવ્ય છે. શિલાના નરેશ–પ્રતિબોધક સ્વ-પર-શાસ્ત્રરહસ્યનિષ્ણાત, જ્ઞાનવૃદ્ધ. વૃદ્ધ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એજ શ્રી જૈન સમાજના પ્રાણાધિકવલ્લભ પૂજ્ય ગુરૂદેવશ્રીએ તીર્થને 'અંગે, શાસનના અંગે, સિદ્ધાન્ત અંગે, જ્યારે જ્યારે તેવા તેવા પ્રસંગે પ્રાપ્ત થયા છે. ત્યારે ત્યારે લેશ પણ વિશ્રાંતિ વિના કોઈની પણ પરવા વિના તેઓશ્રીએ એકલે હાથે પ્રભુ શાસનની અપ્રતિમ સેવાઓ બજાવી છે. એવી સેવામાં જ જીવનને તન્મય બનાવ્યું છે. પ્રભુ શાસનની વિજયપતાકા જ ફરકાવી છે. એમ તો તેઓશ્રીની અગણિત સેવાઓ વિદ્યમાન છે. તેઓશ્રીનું જીવન જ સેવાના પ્રતિક સમાન છે. અનેકવિધ સેવાઓમાં આગમ-સેવા એ તેઓશ્રીનું પ્રધાનતમ આત્મીય જીવન છે. આગમના વાંચન સંશોધન પ્રકાશન આદિથી તો તેઓશ્રી સાક્ષરશિરોમણી તરીકે સુપ્રસિદ્ધ હતા, છે જ કિંતુ છેલ્લે છેલે સિદ્ધાચલગિરિરાજની છાયામાં બાંધવામાં આવેલું શ્રી વર્ધમાનજૈન-આગમમંદિર મધ્યમાં એક મોટું, આજુબાજુ ચાર મધ્યમ