________________
(૨૩) મંથની કે સુત્રની વૃત્તિ આદિને નામે ન કહેતાં મૂળગ્રંથને નામે કહેવામાં આવે છે તે સાચું કેમ ગણાય?
સમાધાન–આવશ્યકાદિ શાસ્ત્રોમાં મૂળચંથ અને તેની વ્યાખ્યારૂ૫ અનુગને કથંચિત અભેદરૂપે જણાવે છે. તેથી મૂળગ્રંથ કે સૂત્રના નામે વ્યાખ્યાનમાં કહેલી હકીક્ત મૂળસૂત્ર કે ગ્રંથને નામે કહેવામાં અડચણ નથી.
પ્રશ્ન ૬૫૦–વર્તમાનકાલમાં સુની વ્યાખ્યા કરતાં ન ધારાએ વ્યાખ્યા કરી શકાય કે નહિ? અને કરી શકાય તે કેટલા નથી અને કેવા પુરૂષને આશ્રીને અને કોણ કરે ?
સમાધાન–સૂત્રની વ્યાખ્યાના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નય એવા ચાર દ્વારો છે, જિનેશ્વરમહારાજના આસનમાં કોઈ પણ સૂત્ર કે અર્થ નય અપેક્ષા વગરનો નથી. અને તેથી દરેક સૂત્રની વ્યાખ્યામાં નય નામને અનુગ હવે જ જોઈએ, પણ આર્યવજસ્વામીજી સુધી અપૃથકપણે અનુયોગ હેવાથી નયની વ્યાખ્યા સંપૂર્ણ હતી. પણ આરક્ષિતસૂરિજી પછીના કાળમાં પૃથક પણે અનુયોગ હેવાને લીધે કાલિકાદિ શાસ્ત્રો નયવ્યાખ્યાન્ય માનવામાં આવેલા છે. અને તેથી જ શીલાંકાચાર્ય અને વાદિવેતાલ શાંતિસૂરિજી સરખા ધુરંધર આચાર્યો આચારાંગ અને ઉત્તરાધ્યયનની ટીકા વિગેરેમાં દરેક સૂત્રે નયની વ્યાખ્યા કરતા જ નથી. અને અધ્યયન અને શ્રુતસ્કંધ કે શાસ્ત્રની સમાપ્તિમાં માત્ર જ્ઞાન-ક્રિયા રૂપી બે નય દ્વારા જ નયને અનુગમ કરે છે. છતાં પણ પૃથ સ્વાનુગમાં પહેલા ત્રણ ન કરીને પ્રચુરતાએ અધિકાર વ્યાખ્યા ગણવામાં ગણાય છે. પણ તે અધિકાર વ્યાખ્યાકરનારે નયવાદમાં અત્યંત કુશળ હોય અને વ્યાખ્યા સાંભળનાર પણ નય અધિકારમાં મુંઝાય એ ન હોય તે જ તે ત્રણ નયે પણ સૂત્રની વ્યાખ્યા કરવાને અધિકાર શાસ્ત્રકાર જણાવે છે.
પ્રશ્ન ૬૬૦–શુકપાક્ષિકોને કેટલે સંસાર અવશેષ હોય?