________________
(૩૮)
દીક્ષાની વિરૂદ્ધતા યેનકેન પ્રકારેણ કરવા તૈયાર થાય છે. મોક્ષનું ધ્યેય સિદ્ધ કરવા માટે ચારિત્ર જ અદ્વિતીય સાધન છે અને તે ચારિત્રના પાલન માટે જ્ઞાનની જરૂર છે એવી માન્યતાવાળાઓ ત્રણે રનની સરખી રીતે આરાધના કરી શકે છે. માટે દીક્ષિતેને જ આચારાંગાદિ સને અધિકાર હોય તે સ્વાભાવિક છે.
પ્રશ્ન ૬પ૭–યથાખ્યાત–ચારિત્રનું ક્ષાયિકપણું તે કર્મગ્રંથ અને બીજા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે પણ પ્રાણાતિપાતવિરમણ વિગેરે મહાવ્રત પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ હેઈ સંકલ્પવિકલ્પરૂપ ગણાય અને તેથી સોળે કષાયના ક્ષયરૂપ ચારિત્રને ક્ષાયિકભાવમાં સંકલ્પ-વિકલ્પ હેવાને અસંભવ ગણી મહાવ્રતોનું તે દશામાં અવસ્થાન કેમ મનાય ?
સમાધાન–મહાવ્રત પ્રત્યાખ્યાનમય હઈ તે આત્મસ્વરૂપે છે અને તેથી જ ત્રીજી ચેકડીનું નામ પ્રત્યાખ્યાનાવરણ એવું રાખવામાં આવ્યું છે. જે પ્રત્યખ્યાન આત્મસ્વરૂપ ન હોય અને તે આત્માના ગુણરૂપ ન હોય તે ત્રીજી ચેકડી કોને ધાત કરે ? અને અભિવ્યમિથ્યાષ્ટિને પણ પ્રત્યાખ્યાનાવરણ કષાયની સત્તા કે ઉદય માનવાની જરૂર રહે નહિ. તેથી મહાવ્રતરૂપી પચ્ચખાણ આત્માના ગુણરૂપે માનવા જોઈએ અને તેથી તે મહાવતને સદ્ભાવ ક્ષાયિકભાવમાં માનવામાં અડચણ નથી અને આચાર્ય શ્રીમાન અભયદેવસૂરિજી પણ જણાવે છે કે-“મદાવ્રતાનાં સાથિરિમાવતથા મઢવા’ એટલે મહાવ્રતો પણ ક્ષાયિકાદિ ભાવરૂપ છે અને તેથી તે મહાવતે મંગળસ્વરૂપ છે. વળી કેવલીને જાણવાના ચિહ્નોમાં પણ પ્રાણને અતિપાતન કરનાર ન હેય વિગેરે મહાવોને જણાવવામાં આવે છે અને કેવલી મહારાજને ચારિત્રને તે ક્ષાયિકભાવ જ હોય છે. તેથી પણ ક્ષાવિકભાવે મહાવતે માનવામાં અડચણ લાગતી નથી.
પ્રશ્ન ૬પ૮–ઘણે સ્થાને જે હકીકત મૂળગ્રંથમાં કે સૂત્રમાં નથી હતી માત્ર તેની ટીકામાં જ હોય છે. છતાં તે હકીકતને તે તે