________________
(૯૪)
બોલે તે તે વખતે એની પણ તેટલી કર્મની સ્થિતિ ખપેલી છે. એમ શાસ્ત્ર ને અનુભવથી સમજી શકાય તેમ છે.
પ્રશ્ન ૨૬૬–રાષ્ટ્રહિત અને સમાજહિતને સાચવીને ખરે ધર્મ જળવાય તે આજનો બધો કંકાશ શમી જાય ખરો કે નહિ?
સમાધાન–ના. શમે નહિ, પરંતુ વાસ્તવિક કલેશ-દાવાનળને દાહ વધારે વધે. રાષ્ટ્રહિત માટે આજે ધર્મને જ તિલાંજલિ અપાઈ છે, સમાજ કે રાષ્ટ્રહિત માટે ધર્મને ધક્કો માર એ મનુષ્યની મૂખાઈ છે. રાષ્ટ્ર અને સમાજ કર્મબંધનેના કારણે છે, જ્યારે શુદ્ધ-ધર્મ સંવરને નિર્જરા રૂપ હોય છે. હેયને ઉપાદેય તરીકે વિભાગ કરવો જ પડશે.
પ્રશ્ન ૨૬૭– જ્ઞાનરથ શાનિતર્મવતુ એવો પાઠ મોટીશાંતિમાં છે તે તમે ધર્મને આગળ કેમ કરે છે?
સમાધાન મહાનુભાવ! પ્રથમનું પદ “મારાફ્ટ શાનિરર્મવતુએ કેમ વિસરી ગયા છે જે લક્ષ્યમાં લેશે તે સમજાશે કે તે ઉદ્દેશથી જ બીજી શાંતિઓ જણવી છે.
પ્રશ્ન ર૬૮–તમારે રોટલાની ચિંતા ખરી કે નહિ?
સમાધાન–રાજાને રોટલા કે રહેઠાણ વિગેરેની ચિંતા ખરી? નહિ જ. તે પુણ્યવાનને બધી અનુકૂળતા તેની પ્રજા ને સેવકે સેવાધમે સમજી પુરી પાડે છે. તેવી રીતે સાધુ મહાત્માઓના પ્રબલ પુણ્ય પ્રભાવે શ્રાવકેનાં હૃદયે ઉપાસનામાં ‘તત્પર રહે છે.
પ્રશ્ન ૨૬૯–સાધુજીવનથી પતિત થનારની કઈ ગતિ? અને તે કયાં જણાવેલ છે?
સમાધાન-પતિત કંડરીક સાતમી નરકે ગયા. જુઓ ઉત્તરધ્યયન અ. ૧૦, પા. ૩૩૧ તથા દશવૈકાલિકની ચૂલિકામાં પણ પતિતની નરકગતિ જણાવેલી છે.