________________
આપના સંપર્કથી અને પૂ. બાપુજીની હિતકર-પ્રેરણાથી સંયમપંથે જવાની ઉત્સુક્તા ઉપજી છે, પણ તેનું મૂર્તસ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી.
માર્ગદર્શન આપશે. આપ તે જાણકાર છે, સેવક ચિગ્ય શિખામણના બે બોલ જરૂર લખી મોકલવા તરફથી લેશોજી, * *
સં. ૧૯૪૩ ના માહ સુ. ૩ ધનજી સંઘવી સંઘના આગેવાનોને લઈ પ. સુ. ૭ના પૂજ્યશ્રી પાસે સંઘ કાઢવાની ભાવનાને સાકાર બનાવવા સંધપ્રયાણનું મુહૂર્ત પૂછવા આવ્યા..
પૂજ્યશ્રીએ શુભ સ્વદય પારખી ધનજીશેઠના નામથી બરાબર તપાસી માહ સુ. પાનું શ્રેષ્ઠ મુહૂર્ત બપોરે ૩ઃ૩૭ પ્રયાણ. મુહૂર્ત અને માહ સુદ ૧૩ નું માળનું મુહૂર્ત આપ્યું.
ધનજી શેઠે પણ ખૂબ ઉલ્લાસપૂર્વક મુહૂર્ત વધાવી લીધું, શ્રીસંઘના સહકારથી ઝડપથી તૈયારીઓ કરવા માંડી.
પૂજ્યશ્રીએ પિષ વદ-૧૪ના વ્યાખ્યાનમાં છરી પાળતા સંઘનું મહત્વ અને યાત્રિકેની જવાબદારી અંગે મહત્વની જાણકારી આપી.
પહેલા વ્યાખ્યાન પછી શ્રીસંઘ તરફથી ધનજી શેઠને સંઘપતિ તરીકેનું તિલક શ્રીસંઘના આગેવાન નગરશેઠ તરફથી થયું.