________________
સંવત્સરી મહાપર્વની આરાધના પ્રસંગે કષાનું વિસર્જન અંતરથી કરી સર્વ જી સાથે મિત્રી–ભાવના આદર્શ નમૂના રૂપે પ્રભુશાસનના સર્વવિરતિ-ધર્મનું પાલન એજ યથાર્થ આરાધનાને સાર છે? એ જણાવી પ્રભુશાસનની માર્મિકતા સમજાવી.
પરિણામે આરાધક–પુણ્યાત્માઓને અપૂર્વ ભાલાસ જાગૃત થયે. આ ચોમાસામાં અનેકાનેક ધર્મકાર્યો પૈકીકે ટલાક વિશિષ્ટ ધર્મકાર્યોની નેંધ ઉદયપુરના પ્રાચીન ઈતિહાસની લઘુ પુસ્તિકામાં આ પ્રમાણે મળે છે.
૦ “સાગરશાખાના પ્રભાવક–મુનિપુંગવે દ્વારા સ્થપાયેલ ચૌગાનના વિશાળ-જિનાલયમાં પ્રભુભક્તિ અંગે ભાલ્લાસની વૃદ્ધિ થાય તેવા સુંદર ચાંદીના કળશ-હાંડા વગેરે સુંદર ઉપકરણની ગોઠવણ શ્રાવકને ઉપદેશ આપીને પૂજ્યશ્રીએ કરાવી.
૦ જ્ઞાનપંચમીએ જ્ઞાન ગોઠવવા માટે દર વર્ષે ખપ લાગે તેવા ચંદરવા, પૂંઠીયા, લાકડાનું ચઢ-ઉતરવાળું સ્ટેન્ડ વિવિધરંગી સુંદર રૂમાલ વગેરે સામગ્રી શ્રી સંઘ દ્વારા તૈયાર કરાવી. * ૦ શ્રી ગોડીજી-મહારાજનું તિલક જીર્ણ થયેલ હાઈ રત્નજડિત સુંદર કારીગરીવાળું નવું તિલક બનાવડાવ્યું. .