________________
આગમધરસૂરિ
પટ કરાળકાળની વિકરાળતાએ મુનિ આનંદસાગરજીને આનંદ લૂંટી લીધે નૂતન દીક્ષિત છત્ર વિહેણું બન્યા. છત્ર છીનવાયા પછી મહામુનિની સ્થિતિ વિકટ બની, અંતરમાં ગુરૂપ્રેમે હચમચાવી મૂક્યા. ગુરૂને વિરહ આકરો થઈ પડ્યો. એમનું નાવ હજુ મઝધારે હતું. ત્યાં સુકાની સ્વનામધન્ય બની ચાલતો થયો. દીક્ષા પર્યાય માત્ર નવ મહિનાનો હતો. ધીરે ધીરે સ્વસ્થતા કેળવી પુનઃ સવાધ્યાય, ધ્યાન, તપ, સંયમાદિમાં લીન બન્યા.
મરૂપર પ્રતિ પ્રયાણ બીજું વર્ષાવાસ અમદાવાદ શાહપુર ખાતે કર્યું. ત્યાંથી મેવાડ ભણી વિહાર કર્યો. એ વખતના ઉદયપુરની ગાદીએ વિરાજતા યતિવર્ય શ્રીઆલમચંદજી નમ્ર અને સરલ હતા. સંવેગી સાધુઓ પ્રતિ સદ્દભાવ રાખતા હતા. જ્ઞાનશીલ પણ હતા. એથી એમની પાસે જ્ઞાનપ્રાપ્તિની ભાવનાથી ગયા.
એ સમયની એક બલિહારી હતી કે–સાધુઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી હતી. લગભગ પીરતાલીસથી અડતાલીસની ગણાતી. એમાં અર્ધા તે વયે વૃદ્ધ અને માત્ર સ્વકલ્યાણ કરે તેવા.
લેહીથી ખરડાયેલા વસ્ત્રને લેકમાં મૂખ પણ (લેહીથી) છે તે નથી. તે શું ? મેહથી વ્યાપ્ત મનુષ્ય મેહથી વ્યાપ્ત ઈશ્વરને ભજે છે.