________________
૫૮
આગામધરસૂરિ
સાથે જ ગ્રંથને મેળવતા એકસો એંસી દિવસ થયા તે ગ્રંથને ભણતાં નવડે મીંડે નેવું દિવસ.
આ ઉપરથી ગ્રંથની દુર્લભતાને આછા આછા ખ્યાલ આવે છે ને? આવી અનેક માનવસર્જિત મુશ્કેલીએના વંટેલ વચ્ચે પણ અથાગ પરિશ્રમ અને અદમ્ય ઉત્સાહથી અધ્યયન ચાલુ રાખ્યું પુસ્તક અને અધ્યયન કરાવનારાઓના અભાવ વચ્ચે અજોડ વિદ્વાન થનારા મહાપુરૂષ અને અનેક સુવિધાઓ વચ્ચે વિદ્વાન નહિ થનારા કેટલા અભિનંદનને પાત્ર ગણાય ?
છત્ર છીનવાઈ ગયું અનેક આવરણે વચ્ચે અદમ્ય ઉત્સાહના જોરે અધ્યયન કરતા શિષ્યને જોઈ ગુરૂદેવને આનંદ થતે પણ ભાવી એ આનંદ જોઈ ના શકર્યું. ગુરૂદેવ સાજા અને સારા હતા. અચાનક માંદા પડ્યા. માંદગી હતી ઘણી નાની પણ તે જીવલેણ નિકળી, વિકરાળ કાળના ખપ્પરમાં એ આવી ગયા, ગયા તે વીર સૈનિકની જેમ સમાધિપૂર્વક પણ ગયા તે ગયા.
બીજાઓ–અન્યદર્શનકારે પરાર્થને માટે પોતે નિર્મળતાને ત્યાગ કરી અવતાર ધારણ કરે છે. જ્યારે તમે નિર્મળતાને પડ્યા વગર, અવતાર ધારણ કર્યા વગર, વાર્થ છોડ્યા વગર, પરોપકાર કરવો તે ત્રણેનું રક્ષણ કરીને લેકે ઉપર ઉપકાર કરનારા છે તે ભેદ શું? ત્રણેને છોડ્યા વગર પરોપકાર કરે તે જ ભેદ છે.