________________
આગમધરસૂરિ
પ૭
પુસ્તકે ઉઘેહીના હવાલે કરવામાં નાનમ અનુભવતા ન હતા. પણ એક પવિત્ર અને અધ્યયનશીલ સાધુના હાથમાં નાને ગ્રંથે આપતા કંપારી અનુભવતા હતા, એ વખતે વ્યાકરણ જેવા ગ્રંથે મળવા દુર્લભ હતા તે આગની શી શક્યતા !
આવા ખાઈ બધેલા આગેવાનોના પ્રતાપે કરોડોની કિંમતના અને પવિત્રતાના પ્રતીક સમા આગમો, ગ્રંથ, ચરિત્ર વિગેરે શીર્ણ વિશીર્ણ બન્યા છે. આગમગ્રંથને અંધાર ઓરડામાં પૂરી રાખવામાં એ આગેવાને મનઘડંત ધર્મ સમજતા હતા.
ગુરૂ શિષ્ય અને એ બંનેને વ્યાકરણ શોધવા પ્રયત્ન હતે પણ પરીણામ શીધ્ર આવતું નથી. છ માસના સતત અને સખત પરિશ્રમના અંતે કોઈ ભાઈના હૈયામાં ભાવ જાગે અને અંધારીયા ઓરડાના કબાટમાં પૂરાએલ એક વ્યાકરણની પ્રતિ તે પણ અપૂર્ણ અને ઉધહી ખાધેલ કાઢી આપી તેમ છતાં એ કાર્યકરને આભાર માનવો રહ્યો.
વ્યાકરણને અભ્યાસ ચાલુ કર્યો ફક્ત નેવું દિવસમાં એ ગ્રંથ કંઠસ્થ, માત્ર સૂત્રથી નહિ પણ પરિપૂર્ણ અર્થ
સંસારમાંથી જ બીજા છને સંસારસમુદ્રથી નિસ્વાર થાય છે. તેથી તે ત્રણ-જ્ઞાન દર્શન અને ચારિત્ર તમે બતાવ્યા છે. તે સંસાર ગુણકર-ગુણની ખાણ કેમ નહિ ?