________________
આગમધરસૂરિ
ત્યાં એણે વકીલ ન રેજ્યો. પોતે જ પોતાના સત્તર વર્ષની વયે વકીલ.
સ્પષ્ટ-વક્તા આજે મારી સામે જે મુકદમો માંડવામાં આવે છે. તે સંબંધમાં હું જૈન સાધુ તરીકે નીચે પ્રમાણેની મારી કેફીયત રજુ કરું છું.
આજે મારા ઉપર આ સંબંધમાં દા લાવવામાં આવે છે. અને એ દ્વારા મને સંસારમાં પાછા ફરવાની ફરજ પાડવામાં આવે છે. પરંતુ એ રીતે ફરજ પાડવી . ' એ તદન ગેરવ્યાજબી છે,
મારા લગ્ન વખતે જ મેં વારંવાર એવી ચેતવણી આપી હતી કે-“હું સંસારમાં જોડાવા ઈચ્છતો નથી” એટલું જ નહિ પણ હું જૈન સાધુ થવા માગું છું અને એ માટે દીક્ષા ગ્રહણ કરીશ. આવી મારી ચાખી ચેતવણું છતાં મને બલાત્કારે પરણાવવામાં આવ્યા હતા.
સબબ, હવે મારા દીક્ષા ગ્રહણથી જે જે કાંઈ પરિણામો નિપજે તેને માટે હું જોખમદાર નથી. પરંતુ બલાત્કારે પરણાવનારાઓ જ જવાબદાર છે.
તુષ્ટિ-આનંદ અને રુષ્ટિ-રેષ તેનાથી જે વાત દે છે તેમાં પવિત્રતા ક્યાંથી હોય ? આત્માના અતત્ત્વમાં-અજ્ઞાનમાં સર્વજ્ઞપણું કેવી રીતે હેય અને છસ્થ અવસ્થામાં મેક્ષપણુ કયાંથી હોય ?