________________
૪૪
આગમધરસૂરિ
પક્ષ લેનાર કોઈ માડીજાયે ન જાગે, હાથા વિનાનું હથીયાર બીને ઉપયોગી થાય તેમ એકલા મહાત્મા ઝવેરસાગરજી પણ શું કરે ?
છતાં હિંમતના અધિષ્ઠાતા મુનિ હેમચંદ્ર વડા રાજયાધિકારીને જણાવ્યું
“હું ગૃહરથ બનવા રાજી નથી. મેં વેચ્છાએ દીક્ષા ગ્રહણ કરી છે. હું એ મરણાંત પાળવા ઇચ્છું છું. આ પરિસ્થિતિમાં હું સાધુવેષ તજવા માંગતા નથી. જે મેં વેચ્છાએ સ્વીકાર કર્યો છે, એ વસ્તુ બેટી કે ખરાબ નથી. બલકે આધ્યાત્મ ભર્યું પગલું છે. હું મારી પત્નીના ભરણુ પિષણ અને સંતોષ માટે બંધાએલ નથી. તેમજ એ મારી ફરજ પણ નથી, કારણ કે મેં લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડેલી. મને બલાત્કારે પરણાવવામાં આવે છે. એટલે હું જવાબદાર નથી પણ બલાત્કારે લગ્ન કરાવનારા જવાબદાર છે. મેં કોઈ આવેશ, આવેગ, ઉદ્વેગકે એવા કોઈ કારણથી દીક્ષા લીધી નથી. એટલે મને સાધુવેષ તજવાનું કહેવું ન્યાયસંગત નથી યુક્તિયુક્ત પણ નથી. તેથી આ રાયાજ્ઞા પાછી ખેંચવી જોઈએ, અને એમાં ન્યાયીપણું પણ સમાએલું છે.
અરિહંત ભગવાનના બાર ગુણ છે. તેમાં આઠ દેવતાના કરેલા છે. અને ચાર મહિના નાશથી થયા છે. તે સ્વ–પોતાના સ્વારૂપરૂપ છે. તમારાથી તે હું કેવી રીતે મેળવું છે