________________
આગમધરસૂરિ
સંસારીમાંથી સાધુ બનેલા હેમચંદ્ર જ્ઞાન, ધ્યાન, તપ, સંયમની આરાધના કરવામાં ખૂબ જ તત્પર બન્યા. સંયમની મર્યાદાઓનું પાલન કરતા હતા. નવકલ્પી વિહાર કરી અમદાવાદ નગરે પધાર્યા. આ સાધુવંદને ખ્યાલ ન હતો કે સેંકડો જિનમંદિરો અને હજારે જૈનધરેથી શોભતા ક્ષેત્રમાં મહાઉપસર્ગ આવશે. પણ કાળબળ વિચિત્ર હતું. સંઘબળ છિન્ન ભિન્ન હતું. નિર્ણાયક ટોળા જેવી દશા શ્રાવકસંઘની હતી, ધર્મ છેલ્લા શ્વાસ લેતે હતો, ત્યાગી વર્ગને સાથ અને ઓથે આપવાનું મરી પરવાર્યું હતું, આવી દશામાં અજ્ઞાતપણે આ આ મુનિર્વાદ રાજનગરે આવી ચડયું.
ઉપસર્ગોને આરંભ અમદાવાદમાં મુનિ હેમચંદ્ર અધ્યયનાદિ કરી રહ્યા છે. આ વાતની જાણ કપડવંજમાં થઈ. વિરહની વેદનામાંથી કુટુંબીજને માંડ કળ લઈ બેઠા થયા ત્યાં આ જાણ્યું એટલે પાવનને પતિત કરવાનો વિચાર ગોઠવે. પિતાનું બળ ચાલે તેમ નથી, એ નિર્ણય યમુના માતાને થઈ ચૂક્યો હતો તેમજ સસરા-સાસુ, સ્વજને, નેહીઓ અને સુપત્નીનું બળ
હે અરિહંત ! તમે સુર-દેવતાઓના , અસુર-દૈત્યના ઇદ્ર તથા નર-મનુષ્યના ઇદ્રથી વ્યાપ્ત એવા આખા લેકમાં પૂજ્ય કેમ છે? તમારી પાસે અસ્ત્ર હથિયાર નથી. રણ–યુદ્ધ નથી. જ્ય-વિજય નથી, રાજ્યમંત્રી પુરોહિત વિગેરે પાંચ અંગવાળું રાજ્ય નથી. પરંતુ અરાગતરાગરહિતપણું છે તેજ ગુણથી પૂજ્ય છે.