________________
આગમધરસૂરિ
જ અભિલાષા છે. એક જ તમન્ના છે. એક જ અરમાન છે કે મને સંયમ માર્ગને મુસાફર બના, ગુરૂદેવ ઉદ્ધાર કરો ઉદ્ધાર કરો.
પૂજ્ય મહાત્મા પુરૂષ નવા આગંતુક હેમચંદ્રની બરાબર પૃચ્છા-પરિપૃચ્છા વિગેરે દ્વારા ચકાસણી કરી જોઈ એમના આત્માને થયું. કે આ પાત્ર ઉત્તમ નહિ પણ ઉત્તમોત્તમ છે. દીક્ષા સ્વીકાર્યા પછી આ એક શાસનને સુકાની બનશે. આવું તેજ નવા આગંતુકના નયનેમાં એ મહાત્મા જ્ઞાનથી નીહાળી શક્યા. સાથે વચ્ચે વચ્ચે ઉપસર્ગો અને ઉપદ્રો આવવાના છે. તે પણ જોઈ શક્યા.
શુભ દિવસે મંગળ મુહૂર્ત ચતુર્વિધ સંધ સમસ્તની સામૂહિક હાજરીમાં હેમચંદ્રને દીક્ષા આપવામાં આવી. જ્યારે એના હાથમાં ધર્મધ્વજ રજોહરણ આવ્યું, ત્યારે એને આનંદ સમાતો ન હતો. જે દિવસની અનેક મહિનાઓથી વાટ જોવાતી હતી. તે આજે આવી ગયે, ધન્ય હતે આજનો દિવસ ધન્ય હતી આજની ઘડી. હેમચંદ્રને સોળમું વર્ષ ચાલતું હતું. અને વિક્રમ સંવત ૧૯૪૬ પસાર થતું હતું.
દરેક પ્રવાદીઓએ જગતમાં વિશ્વાસઘાતથી અધિક બીજું પાપ માન્યું નથી. તે હે પ્રભો ! “હું તને મેક્ષ આપીશ” આવો વિશ્વાસ આપીને અને તે માટે હંમેશાં રડતા એવો મને તે મેક્ષ કેમ આપતા નથી? અર્થાત મને મેક્ષ આપે.