________________
આગમધરસરિ
વાતનું વાવેતર કપડવંજમાં તે વાયુવેગે ઘરઘર આ સમાચાર ફેલાઈ ગયા બધા જાણતા હતા કે એ એક વૈરાગી મહાનુભાવ હતે. દીક્ષાની રઢવાળ હતો. જ્યારે ત્યારે એ કોઈ સાધુના ચરણે સાધુ બનવાને જ હતે. “વાતનું વાવેતર થયું અને તરતજ લણવાનું ચાલુ થયું”
એકે કહ્યું–મૂરખ નહિ તે ? આટલી નાની વયમાં દીક્ષા લેવાય? દીક્ષા લેવી હતી તે ઘરડે ઘડપણે ન લેવાત? મૂરખ અત્યારથી ચાલી નીકળ્યો.
ત્યાં બીજા એક માણેકના બહેનપણી બબડી ઊઠયા. દીક્ષા લેવી હતી તે મારી બહેનપણી સાથે પરણ્યા જ કેમ ? એને ભવ બગાડવા ! મૂઓ રાત્રે ચાલી નીકળે. દીક્ષામાં બન્યું છે શું ? કોઈએ ભભૂતિ નાખી લાગે છે. આમ તો હેમુ દીક્ષા લે એવો જ કયાં હતો ? પણ હવે મારી બહેનપણી માણેકનું શું ? એક બટકબેલા યુવકે કહ્યું-ઘણા વખતથી હેમચંદ્ર દીક્ષાની વાત કરતે હતે. જે એને અહીં જ દીક્ષા લેવાની રજા આપી હતી તે શું ખોટું હતું ? જેને સંસારમાં ન રહેવું હોય તેને પરાણે
હે અરિહંત ! ઘણું ભવ્યપ્રાણુઓને પિતાના કરીને તમે તેઓને જલ્દી સંસારથી વિયુક્ત કરશે. કારણ કે તેઓની મુક્તિ અવશ્ય છે જ તેથી જ તમે તેને ત્યાં મેક્ષમાં જોડશે.