________________
આગામધરસૂરિ
૩૭ ધનલત અને વિદ્યા મેળવવા પરદેશ જતાને માતા-પત્ની તિલક કરે છે. એમાંથી કેટલાય પાછા નથી આવતા અને પરલોક ચાલ્યા જાય છે. ત્યારે એ શું કરે? તું તો તરવાને માર્ગ લે છે. અનેકને તારનારે તારૂ બનવાને છે, ઊઠ, ચાલ અને ઝડપ કર.
અંતરાત્માના અવાજ સાથે નિરવ રજનીમાં ચાલી નીકળે. ગામ બહાર પગ મૂકતા હેમચંદ્રને ચંદ્ર પિતાની જેનાથી નવરાવી દીધું. ધીમે ધીમે છતાં મક્કમ પગલે એ ગમે તે ગયે.
અંધકારમય પ્રભાત ચાર પ્રહરને આરામ લઈ સૂર્ય સપ્તઅશ્વારથમાં બેસી પૂર્વાકાશમાં આવ્યા છતાં કોઈ અગમ્ય કારણોસર એ ઉદાસ હતો. એનું તેજ ઝાંખુ હતું. કપડવંજના હેમચંદ્રના ઘર ઉપર એની પ્રથમ દૃષ્ટિ પડી ત્યાં હેમચંદ્ર ગુમ થયે. ગુમ થયે” ના સમાચારે ગમગીની ફેલાવી હતી. એ જોઈ સૂર્ય પણ ગમગીન બન્યા હતા. પોતાના આંશુ કેઈ જોઈ ના જાય માટે વાદળની આડમાં ક્ષણમાટે મુખ ઢાંકી દીધું.
પ્રાણને મરણુ અત્યંત ઈષ્ટ તે નથી જ અને તે રીતે અનિષ્ટ પણ નથી જ જ્યારે તે મૃત્યુને સાધુપુરૂષો સમાધિપૂર્વક થાય તેમ હંમેશા સ્પષ્ટ પણે પ્રાર્થના કરે છે.