________________
આગમધરસૂરિ
૩૧
આવા વિચારોના ફેલાવાના કારણે સારી વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરતા અટકે છે.
પૂર્વના મહારાજાઓ રાજપુત્રો રાજરાણુઓ અને રાજકુમારીઓ દીક્ષા ગ્રહણ કરતા હતા, એ શું કાયર હતા ? પણ આજના કાળનું કમનસીબ છે કે “અસમર્થ હોય તે સાધુ બને” આવું લોકજીભે ચડ્યું છે.
તું એની સામે સંયમી બની પડકાર ઝીલ, સંયમને માર્ગ મોકળો બનાવ, દીક્ષાની વિજયપતાકા ફરકાવ, તારી માતા કે પત્નીના મેહમાં ન આવત, એ તને અંતરના આશીર્વાદ છે. જા તું સંયમ લેજે અને સાધુઓને સેનાની બનજે
આનંદને ઉદધિ પિતાજીની વાત સાંભળતા હેમચંદ્રનું હૈયું આનંદના ઉદધિમાં તરવા લાગ્યું, મારી ઈચ્છા હતી જ અને પિતાજીએ પણ ગુપ્ત છતાં મક્કમ સહકાર આપ્યો. હવે હું દીક્ષા લઈને જ જંપીશ એ વગર મારે કાંઈ ન જોઈએ. દીક્ષા એ મારો પ્રાણ છે. દીક્ષા એ મારું જીવન છે. દીક્ષા એ મારૂં સર્વરવ છે.
પિતાના વૈરી એવા મનુષ્ય અને દેવતાઓથી અનેકવાર હણાયા છતાં તેને વિષે ઉત્કૃષ્ટ દયાને ધારણ કરી લે હે ભગવન ! આ તમારી વીતરાગતા–રાગરહિત અવસ્થા કોની સાથે સરખાવાય? અર્થાત કોઈની સાથે નહિં.