________________
આગમધરસર
મારા પુત્રને પ્રથમ સંયમ મળે તેા સારૂં, નહિ તે એની માતા એની પત્ની એના સાસુ સસરા–સંયમ ગ્રહણ નહિ કરવા દે, વિઘ્ના અમાપ નાંખશે, હું સાચા પિતા તરીકેની ફરજ ભૂલ્યા ગણાઈશ. પ્રથમ મારા પુત્રને શાસન ખાતર સમર્પિત કરી દઉં. આવા વિચારાના અંતે હેમચંદ્રને બાલાવ્યા પાસે બેસાડી મસ્તક ઉપર પ્રેમાળ હાથ મૂકી કહ્યું.
૩૦
બેટા ! તું મેક્ષમાના પૂર્ણ અભિલાષી છે. તારી નસેનસમાં અને રગેરગમાં દીક્ષાની ભાવના : ધબકતી છે. શ્વાસે શ્વાસે એની ઝંખના તું કરી રહ્યો છે. દીક્ષા લીધા વિના કપડવંજ આવવું પડ્યું એ તને હજાર વિષ્ણુઓના ડંખ કરતા વધુ ડંખી રહ્યું છે. એ હુ' જાણું છું. મારી તા આજે પણ ઈચ્છા છે કે તુ સંયમ ગ્રહણ કર, તુ અનેક આત્માઓના ઉર્ધ્વારક થઇશ, શાસનના સ્તંભ બનીશ.
સામાજિક બંધનેને ફગાવી શકું એટલ' બળ મારામાં નથી. નહિતર તું અને હું અહીં જ ધામધૂમથી દીક્ષા ગ્રહુણુ કરત. પંચમ આરાની અસરને કારણે હમણાં તે જાણે “ઢીક્ષા લેવી એ કાયરનું કામ” એવી માન્યતા છે.
હે ભગવન્ ! એક બાજુ દ્રોની શ્રેણીએ તમારી પૂજા કરી અને ખીજી બાજુ ગોવાળીઆએથી હણુાયા તે પણ આ બંને પ્રસ ંગામાં તમે સમભાવને ધારણ કર્યાં આ સમભાવથી ઉત્કૃષ્ટ તમારી રાગરહિતપણાની અવસ્થા કઈ?