________________
આગમધરસૂરિ
પિતાની ભાવના હેમચંદ્રના પિતાજી પણ પિતે સંયમ લેવાની ઈચ્છા રાખતા હતા, તે ઘણીવાર પ્રાતઃકાળે પ્રતિક્રમણ પછી ભાવના ભાવતા હતા – ચેતન ! આ શરીર અપવિત્ર છે. નાશવંત છે. દુઃખનું સર્જક છે. આ શરીરની મમતા ખાતર અનેક પાપ કરવા પડે છે. આખરે આ શરીરને અગ્નિની ભડભડતી જવાળાઓ વચ્ચે મૂકી ફંકી મારવાનું છે. એના ઉપરની આસક્તિ, પુત્રાદિની મમતા, સંસારની વાસના હે ચેતન ! તને કયાં લઈ જશે ?
પુદ્ગલની પરાધીનતા તને અનાદિ અંધકારમાં લપેટી નાંખશે. તારા આત્માના ગુણને લૂંટી જશે, મનુષ્યભવ ફરી મળવો અત્યંત દુર્લભ બની જશે. જિનશાસન મળવું દુર્લભતર થશે. ક્ષણે ક્ષણે કષાયે તારા આત્માના આંતર વૈભવને લૂંટી રહ્યા છે. સંસારના રવજને અને નેહીઓ પણ આંતરધન લૂંટે છે. આત્માની કેઈને પડી નથી. હે ચેતન ! તું સાવધાન થા અને તારું સંભાળ, જાગ અને ઉભો થા.
કેઈપણ સ્થાને કેઈપણ વ્યક્તિને કમે પક્ષ પ્રહણ કરતું નથી, એ સિદ્ધાંતને જગતમાં પ્રસિદ્ધ કરવાને માટે દેવો-અસુરે અને મનુષ્યોથી કરાતા, જીવિતને પણ નાશ કરે તેવા ઉપસર્ગોના મ્રમૂહને હે ભગવન ! તમે સહન કર્યા.