________________
આગમધરસૂરિ.
મારામાં નથી ? આપને હું કઈ વાતમાં ઓછું આવવા દઉં છું? મારો અપરાધ હેય તે જણાવે? આપ કહેશે તે પ્રાયશ્ચિત લઈ તપ કરી શુદ્ધ બનીશ, મારા પ્રિયતમને રીઝવવા હું વ્રત-આખડી રાખીશ, તપ-જપ કરીશ, બેલે સ્વામીનાથ ! બેલે હું શું કરું?
પૂર્વજન્મના વૈરાગી હેમચંદ્રે કહ્યું, માણેક! તારી વાત તે ઠીક છે. પણ મારું મન સંસાર તરફ ઢળતું નથી. વાસના પ્રતિ ઝૂકતું નથી, વાસનાના કિડમાં ફસાઈને હું મારા આત્માની બરબાદી નથી ઈચ્છતે, તેમ તારા આત્માની બરબાદી થાય તે પણ મને ગમતું નથી. તારે કેઈ અપરાધ છે અને તેથી હું નારાજ છું એમ પણ નથી. ખરેખર તે મને સંસાર તરફ આકર્ષણ નથી. મને બલાત્કારે પરણાવવામાં આવ્યું છે. મારી અંતરંગ ઈચ્છા આજે પણ ભગવાન મહાવીરદેવના ચીંધેલા પ્રવ્રયાના પથે જવાની છે. તું પણ આત્મકલ્યાણના માર્ગે પ્રયાણ કર,
જગતની દૃષ્ટિએ તે હેમચંદ્ર અને માણેકનું જીવન ગૃહસ્થજીવન-દાંપત્યજીવન બની ગયું હતું.
હે ભગવન ! મર્યાદાને પણ ઉલ્લંઘીને અત્યંત કષ્ટને આપનારા, ઉપસર્ગોને કરનારા, અભવ્ય-મુનિગમનને અગ્ય એવા સંગમદેવ ઉપર પણ ખરેખર તેજ આંસુને વહાવનારી તમારી દયા છે.