________________
આગમધરસૂરિ
- ૧૭
તમે લેકેએ બાળવયમાં લગ્ન-બંધનમાં ફસાવી બલાત્કાર ગુજાર્યો છે. પણ મારી ભાવનામાં તમારા કેઈમાં બલાત્કાર ગુજારવાની તાકાત નથી. મારી વૈરાગ્યની ભાવનામાં હું વજ જે કઠેર અને પહાડ જે અડગ રહીશ.
હેમચંદ્રનો આવો ઉત્તર સાંભળી બધા શાંત તો થઈ જતા, પણ હૃદયમાં મુંઝવણ ઉભી થતી. એમ છતાં આ બાળ-દંપતીને સંસાર બાહ્યદૃષ્ટિએ હેમખેમ ચાલતે જતે સૌને જણાય છે.
સૌભાગી રાતની વાત સંસાર ચાલ્યા જાય છે. બાળદંપતી પણ એ પ્રવાહમાં વહે જતા દેખાય છે. એકાતમાં વાત પણ થાય છે. ઘરના એકાંતમાં ડખલ કરવાનું સાહસ પણ કેણ કરે નેઢા માણેકને અનેક મનસુબા થયા કરે. પણ આર્ય સન્નારી પતિ વિના કહે કોને?
પતિનું વિરાગી વર્તન અને પિતાની વાત સાંભળી એ જરા ઉદાસ બની જતી, પરંતુ જયારે એને ખ્યાલ આવતો કે મારા પતિ એક ચિંતક એજસ્વી નર છે. ત્યારે તે વિધાતાને ઉપકાર માનતી, અને ઓવારણા લેતી.
આ નવોઢાએ એક રાત્રે પૂછયું–સ્વામીનાથ ! આપને સંસારની વાસના નથી સતાવતી? શું હું નથી ગમતી ? મારામાં કાંઇક ત્રુટિ છે? આપની સેવા કરવાની લાયકાત