________________
આગમધરસૂરિ
હતું. તેથી તેને વધુ વૈરાગ્ય થતો. ગ. સિંહબાળને કેદ કર્યા પછી જે અનુભવ થાય તેવો અનુભવ હેમચંદ્રને થવા લાગે. એને પિતાની ભાવના અને સ્વતંત્રતા ગૂંગળાતી લાગી. | હેમચંદ્ર દિવસે દિવસે વધુ વૈરાગી જણાવા લાગે. માણેકની મમતા એના હૈયામાં કશો ફેરફાર ન કરી શકી, એ નવોઢા મુંઝવણમાં પડી જતી, આ વાત હેમચંદ્રના પિતાની જાણમાં આવી. એટલું જ નહિ પણ એના સસરાને પણ ખબર પડી ગઈ.
એક દિવસે સસરાજીએ હેમચંદ્રને બોલાવી સમજાવ્યું. ભાઈ! તમારે મોટા થઈને તમારા પિતાની સંપત્તિ વધારવાની છે. તેની રક્ષા કરવાની છે. માન મરતબ વધારવાનો છે. તમારી પત્નીનું રક્ષણ, પાલન, પોષણ, સંવર્ધન કરવાનું છે. આમ વૈરાગી રહે નહિ ચાલે, હવે મોટા થતા જાઓ છો. તમારે તમારી ફરજોનું પાલન કરવું જોઈએ.
મારા આત્માના કલ્યાણમાર્ગે આગળ વધવા માગું છું. મારી એ ભાવના કેઈ રોકી શકશે નહિ. હું મારા વિચારોથી એક ડગલું પાછું ભરવા ઈચ્છતો નથી.
હે માન-સર્વર ભગવન! હેપી-નિયરવાળા અગ્નિ (વિ) શમાં બ્રાહ્મણને બંધ કરવા અંતસમયે ગૌતમગણુધરને મૂક્યા–મેકલ્યા, આથી તમારામાં રાગ અને દ્વેષ એ બંનેને અભાવ સ્પષ્ટપણે જણાય છે.