________________
આગમધરસૂરિ
જ્ઞાન અને તણાન હેમચંદ્ર વ્યવહારિક જ્ઞાનના અધ્યાપક પાસે વ્યવહારિક જ્ઞાન શીખતા હતા. તેમ ગુરૂદેવ પાસે અધ્યાત્મ સંબંધી જ્ઞાન મેળવતા હતા. ઉપાશ્રયમાં કે ઉપાશ્રય બહાર કોઈ તત્ત્વજ્ઞાની કે કઈ વૈરાગી પુરૂષની પધરામણીના સમાચાર સાંભળવા મળે એટલે તરત જ હેમુ ત્યાં દેડી જાય. એમની ચર્ચા મૌન રહી સાંભળે, કાંઈક પૂછવા જેવું લાગે તે હળવેથી પૂછે, અને બરાબર ન સમજાય તે હા ન પાડે, પણ ફરી સમજાવવા વિનંતી કરે.
વય તે હજુ અગ્યાર વર્ષની હતી. પણ જ્ઞાનપિપાસા અને તત્ત્વજિજ્ઞાસા પ્રૌઢને છાજે તેવી હતી. હેમુ કદી કદી વિચારમાં એવો લીન બની જતે, જાણે પૂર્વભવને સમાધિની સિદ્ધિ કરેલ મહાગી ન હોય?
- વિચાર શક્તિ અને તર્ક શક્તિ જોઈ એના માત-તાત હરખાય એમાં આશ્ચર્ય શું ? પરંતુ જે કોઈને આ શક્તિ જોવા મળતી અને જાણવા મળતી તે બધા આશ્ચર્ય વિભોર બની જતા.
હે જિનેશ્વર ભગવાન ! રમતમાં પણ તમારી શક્તિ કેટલી બધી છે. તે વચનથી કહી શકાય તેમ નથી. તેમજ જ્ઞાન પણ વચનાતિગ છે. કારણ કે-જે વૈતાલ–બાળરૂ૫ છેડીને વિકરાળ રૂપ ધારણ કરનાર તેને એક મુઠ્ઠીના ઘાતથી હાંકી મૂક્યો. અર્થાત સૂક્ષ્મરૂપવાળો કર્યો.