________________
આગમ દ્વારક-વિરહ
ગુરુ-વિરહ અતિ દોહ્યલે, મુજથી કેમ સુહાયછે ? સુરતની સૂરત ફેરી, દુઃખ એ નવ ભૂલાયજી. ગુરૂ ૧ સુર્યપુરે કરી સ્થિરતા કારણ શરીર બિમારજી; પાંચ માસાં ત્યાં થયાં, સ્થાપ્યું આગમ-મંદરજી ગુરુ૦ ૨ શરીરે શાંતિ નવ સાંપડી, બે હજાર છ એ નિર્વાણ; સજ્ય ગ્રન્ય મહતત્વના, સંઘ-ભાવિક-કલ્યાણજી. ગુરુ. ૩ જૈિનગીતા ભાખી ભાવથી, તનમન ઉલ્લસિત થાય; “સ્વઆરાધન કરતાં થકા, આરાધના માગ રચાય. ગુરુ. ૪ શ્રત વિષે થઈ લીન ને સહ્યા કમ-વિપાકજી; મંત્ર જપી નવકારને, ભવભીતિ કરી ખાક છે. ગુરૂ૦ ૫ સ્વર્વગમન નિકટ દેખતાં, થઈ અર્ધ-પદ્માસન સ્થિર; દિવસ પંદર લાગી રહ્યા, “આનંદ-લબ્ધિ અપાર . ગુરુ. ૬ સુરિસમ્રા “આનંદસાગરે સમરે નમસ્કાર એ મંત્રજી; આતમ-ભાવના ભાવતાં, છોડે કાયા કઠિણછ. ગુરુ ૭ આગમારે કૃપા દાખવી, વરસ ચાલીશ રાખે સાથ; શાસ્ત્રોદ્ધાર કીધા ઘણું, શ્રુત-ભક્તિને ખભે પાથજી. ગુ. ૮
આગમ દ્વારક–વિરહ કારમે; સંઘ સકળ ન ખમાય; દેહ ત્યજે સ્થિર સમાધિએ, જીવન-ચિત્ત મુંઝાય! ગુરુ ૯
મુંબઈ ૪
જીવણચંદ સાકરચંદ ઝવેરી. વિ. સંવત ૨૦૦૬
આ કાવ્ય આગાદ્વારકપ્રીત આરાધના માર્ગ ભાગ પહેલામાં છપાયું છે, એમાં કડીઓ એ ૫ અને ૮ પાછળથી વધારી છે.
મુંબઈ તા. ૪-૨-૫૧ છ ઝવેરી.