________________
૯૮
ગાંભીય હતું. બુદ્ધિમાં જે તીવ્રતેજસ્વિતા હતી. અને એથીએ અધિક તે એમની પાસે ધૈર્યના જે અખૂટ અને અજોડ ખજાને હતા તે માનવીને મન્ત્રમુગ્ધ બનાવી દેતા એ મારી અંગત અનુભવ છે, અરે માનવહિતના દૂષિએ પણ એમના સમાગમ પછી માનવહિતના રક્ષક બની જતાં અને એમની પુનિત છાયામાંથી વિશ્વ-વાત્સલ્યની પવિત્ર ભાવના લઈ વિદાય લેતા. એ પ્રભાવ એમની કલ્યાણ-ભાવના અને નિલમુદ્ધિનેા હતો. તેથી જ એમનાં નામની ફોરમ પણ આપણાં હૈયામાં શાંતિની સૌરભ પ્રસરાવે છે. જ્ઞાનની મૂકસેવામાં જ પોતાના સ ંપૂર્ણ જીવનને સમપણ કરી તે, એમણે અમુલ્ય સેવાભાવી કાઇ અમરકાવ્યની ભવ્ય ગાથા રચી છે, અને એથી જ સ ંશોધનના ક્ષેત્રમાં શાસ્ત્રોને ચિરસ્થાઈ બનાવવા માટે વીરાટ પુરૂષા સશાખામાં આગમાહારક આચાય મહારાજ શ્રી આનદસાગરસુરીશ્વરજીનુ સ્થાન અને નામ અજોડ અને અપૂર્વ હતું અને છે.
આવા આ મહારથી ગયા અને માનવીને નિર્મળ બનાવતી જ્ઞાનગંગા પલવારમાં સુકાઇ ગઇ. સુવિશુદ્ધ પ્રકાશ આપતા ભવ્ય-દીપક અણુધાર્યાં ઓલવાઈ ગયા. મીઠી સુવાસ આપતુ કમળ ઓચિંતું કરમાઇ મયું, શીતળતા આપતા ચંદ્ર, ક્ષણવારમાં લુપ્ત થઇ ગયા. હા? એમની એક ગેરહાજરીથી સંસાર કેવા સૂના લાગે છે. આ એજસ્વી—ત્યાગમૂર્તિ તેજસ્વી આગમાારક, બહાદુર શાસનરક્ષક, અને માનવતાના પ્રતીકસમા એ મહાન પુરૂષનું કર્તવ્યપૂર્ણ ભવ્ય જીવન આપણા જીવનમાં મઢીએ.
આપણા કમભાગ્યે આજે એમને સ્થૂલદેહ જો કે આપણી વચ્ચે નથી પણ તેમના ભવ્યકાનું અમરઝરણુ અવિરતપણે આપણી વચ્ચે વહી રહ્યું છે. એમાં સ્નાન કરી આપણા જીવનને સફ્ળ બનાવીયે. એમાંજ આપણું શ્રેયસ્ અને પ્રેયમ્ છે. ભૂરી ભૂરી નમન એ મહાન આગમાદ્ધારકને !
મુનિરાજ શ્રી ચંદ્રપ્રભસાગરજી મ. (ચિત્રભાનુ)