________________
૭૬
રંગમંડપના પ્રવેશ દ્વારની બંને બાજુએ ગુરુદેવશ્રીના દીક્ષાથી માંડી અંત સુધીનાં ચર્તુમાસની અને જીવનના મુખ્ય પ્રસંગેની નોંધ આપવામાં આવી છે.
રંગમંડપમાં દક્ષિણ તરફના દ્વારની ઉપર શ્રી આગદ્ધારકે આપેલી વાચનાનું દશ્ય છે.
રંગમંડપમાં પશ્ચિમ તરફની બન્ને બાજુની દીવાલ ઉપર આગદ્વારકના રચેલા સંસ્કૃતપ્રાકૃત ગ્રન્થ અને સંકલિત ગ્રન્થાનાં નામે આરસમાં અંક્તિ કરાવવામાં આવ્યાં છે.
ગભારાના પ્રવેશ દ્વાર ઉપર રાજ પ્રતિબંધનું દશ્ય છે. આમાં મધે ગુરુદેવશ્રી, ડાબી બાજુએ શૈલાના નરેશ છે ને જમણી બાજુએ રાજાએ આપેલે અમારી પડહને પક છે.
રંગમંડપમાં દક્ષિણ અને ઉત્તર તરફના દ્વારની બન્ને બાજુએ ચાર દશ્ય છે. પુઆગમહારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનાં સદ્દઉંપદેશથી સ્થપાયેલ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાહાર ફંડ તરફથી છપાએલ સચિત્ર બારસાસૂત્ર' મૂળ તામ્રપત્ર ઉપર ઉપસાવેલ અક્ષરોથી અલંકૃત કરી સુંદર પ્રેમમાં તૈયાર કરીને દીવાલ ઉપર લગાડવામાં આવેલ છે, તે એક અદ્ભુત વસ્તુ જ આ હારક-ગુરુમદિરમાં દર્શન કરવા લાયક બનેલ છે.
રંગમંડપના ઘુમટમાં ગુરુદેવશ્રીના દેહની જેવી શ્મશાનયાત્રા નીકળેલી હતી, તેવા આબેહૂબ તેમાં આલેખવામાં આવી છે.