________________
૭પ
શ્રીઆગોદ્ધારક
ગુરુમંદિર
આ મંદિર આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ના સ્મરણચિહ્નરૂપે બંધાવવામાં આવ્યું છે.
પરમ પૂજય આગોદ્ધારક આચાર્ય દેવેશ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૦૬ ના વૈશાખ વદ ૫ ને શનિવારના દિવસે સુરત મયે ગોપીપુરાના માળીફળિયામાં આવેલી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયમાં) નિર્વાણ પામ્યા હતા. તેમના દેહને અગ્નિસંસ્કાર શ્રીઆગોદ્ધારકસંસ્થાની માલિકીની, શહેરની વચમાં આવેલી જગ્યા ઉપર સરકારી સ્પેશિયલ (ખાસ) પરવાનગીથી કરવામાં આવ્યો હતો. તે જ આ જગ્યા ઉપર થીઆગામે દ્ધારક ગુરુમંદિર બાંધી વિ. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને શુક્રવારના દિવસે પ. પૂ. આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીની પ્રતિમાજીની પ્રતિષ્ઠા તેમના પટ્ટધર આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજીના વરદ હસ્તે કરાવવામાં આવી છે.
આ ગુરુમંદિર બાંધવામાં કુલ ખર્ચ લગભગ અઠ્ઠયાસી હજાર રૂપિયાને થયો છે.
રંગમંડપમાં પ્રવેશદ્વારની ઉપર ધ્યાનસ્થ ગુરુદેવનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. તે ચિત્ર આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી નિર્વાણ પહેલાં પંદર દિવસ આગળથી કાઉસ્સગ્નમુદ્રાએ ધ્યાનમાં રહેલા તેનું છે. તેઓ તે દરમિયાન અઢેલતા પણ ન હતા અને સૂતા પણ ન હતા. જે સ્થિતિમાં ધ્યાનમાં રહ્યા હતા તેનું આબેહૂબ આ તૈલચિત્ર છે.