________________
ઘંટ કીવર્ધમાન જૈનતામ્રપત્ર આગમ-મંદિર સુરતના નામથી અંકિત અને આગમના પીસ્તાલીશપણને જણાવનાર પીસ્તાલીશ આંકેથી શૃંગારિત આ આગમ-મંદિરમાં ઘણી બૃહત્ કાયાવાલા બે અને બે મધ્યમ કાયાના એમ ચાર ઘટે છે. તેમાંના બે બૃહત મુખ્ય મંદિરમાં છે ને બીજે એક ભોંયરામાં ને એક ઉપલે માળે છે.
સેનાને શણગાર ત્રણ માળના ત્રણે ગભારાઓમાં અને ત્રણે માળના ગોખલાઓમાં મનહર ડીઝાઈન કરીને અને તેમાં સેનાના વરખનું કામ કરીને આખું મંદિર જાણે સેનાનું ન હોય તેવું મનરંજન મંદિર બનાવવામાં આવ્યું છે. વળી મૂળગભારામાં લાકડાની સુંદર કારીગરીવાળી છત્રી બનાવી છે. તેમાં પણ સેનાના વરખને ઉપયોગ કરવામાં આવ્યા છે. શ્રીઆગમ દ્વારક-સાહિત્યસેવામંદિર –
બીઆગમ-મંદિરના ફરતા કમ્પાઉન્ડમાં દક્ષિણ તરફ એક ખંડમાં શ્રી આગદ્વારક-સાહિત્યસેવામંદિર બનાવવામાં આવ્યું છે. તેમાં સન્મુખ આગમ દ્ધારક આચાર્ય દેવશ્રી ૧૦૦૮ આનંદસાગરસૂરીશ્વરજીનું ઓઈલપેઈટનું મોટું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. અને તેની આજુબાજુ તેમના ઉપદેશથી બંધાયેલ સુરતના શ્રી વર્ધમાન તામ્રપત્ર આગમ–મંદિરને તથા સિદ્ધક્ષેત્રીય શ્રી વર્ધમાન જૈન આગમ–મંદિરને એમ બે ફેટા મૂકવામાં આવ્યાં છે. તેઓશ્રીએ સંપાદિત કરેલા અને તેમના રચેલા મુદ્રિત ગ્રંથે દ્વારની બંને બાજુના સુંદર કબાટમાં અને ઉપલા કબાટમાં ગોઠવવામાં આવ્યા છે. તેમજ તેમની રચેલી સંસ્કૃત પ્રાકૃત કતિઓ તે બે કબાટના નીચલા ભાગમાં ગોઠવવામાં આવી છે.