________________
૭૩
કેવલજ્ઞાન થતું નથી.” પછી તે બંને સાધ્વીઓ ચાલી ગઈ. તે સાંભળતાં બાહુબલિ વિચાર કરી કાઉસ્સગ પારી ભગવાન પાસે સમવસરણમાં જવા પગ ઉપાડે છે કે તુરત તમને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ રીતે આ ચિત્રમાં બે દશ્ય છે,
ચિત્ર ચોથું : ધર્મચક:
રંગમંડપમાં દક્ષિણ તરફની દીવાલ ઉપર વતેલ આકારે ધર્મચક નામનું તૈલચિત્ર છે. શ્રી આદીશ્વર ભગવાન વિહાર કરતા કરતા બાહુબલિના દેશમાં તક્ષશિલાએ પાછલા પહોરે પધાર્યા ને કાઉસ્સગ્નધ્યાને રહ્યા. તે વૃત્તાન્ત ઉદ્યાનપાલકે જઈને બાહુબલિને નિવેદન કર્યો. પણ સંધ્યાકાળ હોવાથી પ્રભાતે ઠાઠમાઠથી વંદન કરવા જઈશ' તે બાહુબલિએ વિચાર કર્યો. પ્રભાત થતા આડંબરપૂર્વક તેઓ વંદન કરવા ગયા. પણ ભગવાન વિહાર કરી ગયા હતા. આથી બાહુબલિજીએ મોટેથી વિલાપ કર્યો આ સ્થાને પડેલાં ધર્મભૂતિ ભગવાનનાં પગલાંને કઈ ઓળંગે નહિ તેથી તેમના આ ચરણારવિંદની ઉપર સર્વ રનમય આઠ એજનના વિસ્તારવાળા. ચાર જન ઊંચા અને હજાર અરાવાળા (ત્રિષદ૫૦૧, ૧૦૩) ર્ધમચક્રની સ્થાપના કરી (સાવ જૂ૦ મા૧, p. ૧૮૧). વિહાર કરતા ભગવાનને અને ઊંચે ધમચકને આ ચિત્ર દેખાડે છે.
રંગમંડપમાં બે સમવસરણની મુખ્ય દહેરાસરના સમવસરણના અનુસાર રચના કરવામાં આવી છે.
મૂળમંદિરમાં મહાવીર મહારાજ વિગેરે ૬૩, ભોંયરામાં સહસ્ત્રફણ પાર્શ્વનાથ વિગેરે ૨૭ અને મજલા ઉપર આદીશ્વર ભગવન વિગેરે ૩૦ એમ ૧૨૦ પ્રતિમાજી, તિવ્હલેકના શાશ્વતા ચૈત્યમાં ૧૨૦ ની સંખ્યા હોવાથી તેને અનુલક્ષીને આ મંદિરમાં ૧૨૦ પ્રતિમાજી મહારાજ બિરાજમાન કરવામાં આવ્યા છે.