________________
સંસ્કારના સ્થાને ચિત્ય કરી તેમાં ૨૪ તીર્થકરની દેહના પ્રમાણુવાળી અને તેમના જ વર્ણવાળી પ્રતિમાઓ સ્થાપી. અને બીજા બે સ્થાને
સૂપ કર્યા. તેમજ મંદિરના રક્ષણ માટે ફરતાં આ આઠ આઠ જ પગથિયાં કર્યા. સગર-ચક્રીના પુત્રએ ખાઈ ખોદી તેમાં લવણ-સમુદ્રનું પાણી વાળ્યું. એમ આ પટમાં બે દ કેરેલાં છે. ચિત્ર ત્રીજુ: બાહુબલિ-પ્રતિબંધ -
ગભારાની પ્રવેશદ્વારની દક્ષિણ તરફની દીવાલ ઉપર બાહુબલિપ્રતિબોધ નામનું તેલચિત્ર છે. (૧) ગષભદેવ ભગવાને બ્રાહ્મી અને સુંદરી સાધ્વીઓને કહ્યું કે બાહુબલિને અત્યારે મેહનીય-કર્મના અંશરૂપ માનથી કેવલજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પણ હમણાં તમારા બનેના વચનથી માનને છોડી દેશે. આથી તમે ઉપદેશના માટે જાઓ, કારણકે હાલમાં ઉપદેશને સમય પ્રવર્તે છે. આથી બને સાધ્વીઓ જે સ્થાને બાહુબલિ કાઉસ્સગ્નમાં ઊભા છે ત્યાં જાય છે. (૨) ભગવાન શ્રી ગsષભદેવના પુત્ર ભરત ને બાહુબલિનું યુદ્ધ થયું હતું. તેમાં હારતાં ભરતે બાહુબલિ ઉપર ચક્ર મૂકયું. આ અનીતિથી બાહુબલીએ ભરતને મારવા મુષ્ટિ ઉપાડી પણ વડીલબંધુ પિતાતુલ્ય ગણાય તેથી મરાય નહિ તેમ વિચાર્યું. પણ ઉપાડેલી મુષ્ટિ ખાલી ન જાય તેથી તે મુષ્ટિ પિતાના મસ્તક ઉપર મૂકી લેચ કરી દીક્ષા લીધી. ભગવાન શ્રી કષભદેવ પાસે એમના અઠ્ઠાણું નાના ભાઈ એ એમની પહેલાં દીક્ષા લીધેલી હતી. પૂર્વે વ્રત લેનાર અને જ્ઞાનવાનું તે ભાઈઓમાં મારું લઘુપણું થાય માટે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પ્રભુની પર્ષદામાં જઈશ. આથી કાઉસ્સગ્ન
ધ્યાને ઉભા રહ્યા. આ રીતે વર્ષ થયું અને ચારે બાજુએ વેલડી વિટાઈ પણ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું નહિ. ત્યારે બ્રાહ્મી અને સુંદરી સાળીએ ત્યાં આવી. અને વંદન કરીને કહેવા લાગી–હે જયેષ્ઠાર્ય ! ભગવાન એવા આપણું પિતાજી અમારા મુખે તમને તમને કહેવડાવે છે કે હસ્તીના સ્કંધ ઉપર આરૂઢ થયેલા પુરુષને