________________
પાસે કૂવા નજીક વડના ઝાડ નીચે રાત્રિએ કાઉસ્સગ્નમાં ઊભા છે. ત્યાં કમઠ તાપસ તપ તપીને મેઘકુમારમાં મેઘમાલી દેવ થયેલ છે તે વિભંગશાનથી ભગવાન પરના વેરને સંભારીને ભગવાન પાર્શ્વનાથજીને ઉપસર્ગ કરવા આવ્યું. ક્રોધથી ઉપસર્ગો કરતાં ભગવાનને ડૂબાડી દેવાને ઇરાદે મુશળધાર વરસાદ વરસાવે છે. ભગવાનની નાસિકા સુધી પાણી આવે છે, પણ ભગવાન અચલ રહે છે પિતાના ધ્યાનમાં મગ્ન રહે છે. તે વખતે જે સર્પને જીવ ધરણેન્દ્ર થયો છે તે અવધિજ્ઞાનથી પિતાના પરમ ઉપકારીને ઉપસર્ગ થત જોઇને પ્રભુ પાસે પિતાની પ્રાણી પદ્માવતી સાથે આવે છે. અને ભગવાનને સુવર્ણ કમળ ઉપર અદ્ધર રાખી, પિતાની કાયા વડે પડખાં ઢાંકી, પ્રભુના મસ્તક ઉપર સાત ફણારૂપ છત્ર કરે છે. (અને મેઘમાલીને હાંકી કાઢે છે. પછી મેઘમાલી ભગવાનની ભક્તિ કરી સમ્યકત્વ પામે છે.) અને ધરણેન્દ્ર નાય બતાવે છે. તે જણાવનાર આ દશ્ય છે. ચિત્ર બીજું: કલિડતીર્થ -
ગર્ભદ્વારની દક્ષિણ તરફની દીવાલ ઉપર કલિડતીર્થનું તૈલચિત્ર છે. એ ચિત્રમાં ભગવાન પાર્શ્વનાથજી વિહાર કરતા કરતા કાદંબરી અટવીમાં કલિપર્વતની નીચે કંડ સરોવરના તીર પર પ્રતિમાએ (કાઉસ્સગે) રહ્યા છે. ત્યાં આગળ મહિધર નામને હાથી આવ્યું. પ્રભુને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પશુ હોવાથી હું શું કરી શકું ? શેનું આરાધન કરું ? પરંતુ સૂઢથી કઈક પ્રભુની પૂજા તે કરું, એમ વિચારી સરોવરમાં સ્નાન કરીને તેમાંથી કમળો લઈ પ્રભુ પાસે આવ્યો અને ત્રણ પ્રદક્ષિણા કરી, પ્રભુના ચરણને પડ્યોથી પૂજી, મનથી સ્તુતિ કરી, શિરથી નમન કરી આત્માને ધન્ય માનતે પિતાના યથાસ્થાને ગયે. પછી અહીં રાજાએ ચૈત્ય બનાવી પ્રભુની પ્રતિમા સ્થાપન કરી. તે હાથી પ્રભુમાં મગ્ન હેવાથી મરણ પામીને મહદ્ધિક વ્યંતર દેવ થયો. કલિપર્વત અને તેની નજીક કંડ સરોવર ,હેવાથી આ સ્થાનનું નામ કલિ (ડતીર્થ સ્થાપ્યું. તે બતાવનાર આ દશ્ય છે,