________________
આવ્યા છે. તે ઉપરાંત બે આચાર્ય, બે ઉપાધ્યાય અને બે સાધુ ભગવંતે મળી ૬ ગુરુ પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી છે.
આ રંગમંડપમાં બે સિદ્ધચાજીના મંડળની કમળરૂપે રચના કરવામાં આવી છે. તેમાં પંચ પરમેષ્ટીની સ્વ સ્વ વર્ણ પ્રમાણેની પ્રતિમાઓ છે. ઘણે ભાગે નીલવર્ણન પ્રતિમા જોવામાં આવતા નથી, પણ અત્રે આ મંડળમાં ઉપાધ્યાયજીની પ્રતિમાઓ નીલવર્ણની છે. આચાર્ય વિગેરેની મુદ્રાઓ પણ તેમને તેમને અનુરૂપે છે.
ગર્ભદ્વારની દીવાલ ઉપર બે તૈલચિત્રો છે તથા એક પત્થરમાં પટ કરવામાં આવ્યું છે. ચિત્ર પહેલું : ધરણેન્દ્ર-ભાવ :
ગર્ભદ્વારની ઉત્તર તરફની ઉપર ધરણેન્દ્રભાવ નામનું તૈલચિત્ર છે. આમાં ભગવાન પાર્શ્વનાથજી વારાણસી નગરીમાં રાજકુમાર અવસ્થામાં હતા તે વખતે પંચાગ્નિ તપ કરનાર કમઠ નામને તાપસ નગરની બહાર આવ્યું હતું. અને પંચાગ્નિ તપ કરતે હતું. ત્યાં પાર્શ્વનાથ ભગવાન આવ્યા અને તેને જીવદયા સિવાયનું સઘળું અજ્ઞાન કષ્ટ છે એમ સમજાવ્યું છતાં તે માનતું નથી. આથી અગ્નિમાં મુકેલાં લાકડામાં એક સપને અવધિજ્ઞાનથી બળ જઈને પિતાના સેવક પાસે તે લાકડું કઢાવ્યું અને તેને ફડાવતાં તેમાંથી એક બળ સર્પ નીકળે. તે સપને સેવકના મુખથી નવકારમંત્ર સાંભળાવા. આથી તે સર્પ મરીને ધરણ નામને નાગેન્દ્ર દેવ થયા. તે વાતને જણાવનાર આ દશ્ય છે. પટઃ શ્રી પાર્શ્વનાથ કાત્સર્ગ -
ગર્ભગૃહના પ્રવેશદ્વાર ઉપર પાર્શ્વનાથ કાત્સર્ગ નામને પટ પત્થરમાં કરવામાં આવેલ છે. તેમાં ભગવાન પાર્શ્વનાથજી દીક્ષા અંગીકાર કર્યા પછી એક દિવસ વિચરતા વિચરતા તાપસના આશ્રમ